Atmadharma magazine - Ank 366
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 57

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૫ :
સાચી ઉપાસના છે ને આ જ મુક્તિનો મહોત્સવ છે, આ જ દીવાળીની મંગલ બોણી છે.
અહા, આત્માને આનંદનો લાભ થાય–એના જેવી ઉત્તમ બોણી બીજી કઈ હોય?
ભગવાનના શાસનમાં આનંદમય સમતારસનું પાન કરીને આત્મા તૃપ્ત–તૃપ્ત થાય છે.
ભગવાન ભેટ્યા....હવે ભવ કેમ હોય? ભગવાન અને ભક્તની એવી સંધિ છે કે ભક્ત
પણ અલ્પકાળમાં ભગવાન થઈ જાય છે. બસ, ભગવાન થવા માટે, વીરપ્રભુના આ
અઢીહજારમા મંગલવર્ષમાં અમારા આત્મામાં મોક્ષમાર્ગના મંગળ દીવડા પ્રગટો–એવી
વીરપ્રભુની આશીષ લઉં છું. વીરપ્રભુ જેવું અમારું જીવન બનો.
જય મહાવીર
ઘણા લોકો સ્વર્ગના દેવની વાત સાંભળે ત્યાં આશ્ચર્ય પામે છે,
પણ ભાઈ! એ સ્વર્ગ કાંઈ આશ્ચર્યકારી વસ્તુ નથી, તું પોતે અનંતવાર
ત્યાં જઈ આવ્યો છો. સ્વર્ગના અસંખ્ય અવતાર થાય ત્યારે મનુષ્યનો
એક જ અવતાર થાય; બીજી રીતે કહીએ તો જીવોમાંથી અસંખ્યજીવો
જ્યારે સ્વર્ગમાં જાય ત્યારે માત્ર એક જીવ મનુષ્યમાં અવતરે. આવું મોંઘું
મનુષ્યપણું છે; ને દેવપણું તો તેના કરતાં અસંખ્યગણું સસ્તું છે.
આત્માના અજ્ઞાનથી ચારગતિમાં ભમતા જીવે સૌથી વધુ ભવ
એકેન્દ્રિયાદિ તિર્યંચગતિમાં કર્યાં છે; તે ઉપરાંત મનુષ્ય, નરક અને
સ્વર્ગના અવતાર પણ અનંતવાર કર્યાં છે; તેમાંય મનુષ્ય કરતાં નરકનાં,
ને નરક કરતાંય સ્વર્ગના અવતાર અસંખ્યગુણા કર્યા છે. સરેરાશ અસંખ્ય
અવતાર સ્વર્ગના ને નરકના કરે ત્યારે એક અવતાર મનુષ્યનો મળે;
આવી મનુષ્ય અવતારની દુર્લભતા છે. ને આવા દુર્લભ મનુષ્ય અવતારમાં
પણ જૈનધર્મનો વીતરાગી ઉપદેશ સાંભળવા મળવો બહુ દુર્લભ છે. આવો
દુર્લભ મનુષ્ય અવતાર અને વીતરાગી જૈનધર્મનો ઉપદેશ તને અત્યારે
મહાભાગ્યે મળ્‌યો છે, તો હવે તું શીઘ્ર જાગ, ચેતીને સાવધાન થા, ને
આત્માની ઓળખાણ વડે સમ્યગ્જ્ઞાન પ્રગટ કરીને ભવદુઃખનો અંત કર.