Atmadharma magazine - Ank 366
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 57

background image
: ૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
જય સીમંધર–મહાવીર–શાંતિનાથ–નેમિનાથ
રાજકોટ શહેરના પ્રવચનોની પ્રસાદી
ચૈત્ર સુદ ૧ થી ચૈત્ર સુદ ૪
ગુરુદેવે ચૈત્ર સુદ એકમની સવારમાં સોનગઢમાં સીમંધરપ્રભુના દર્શન
કરીને સવારે ૮ વાગે રાજકોટમાં સીમંધરપ્રભુનાં દર્શન કર્યા...અહા!
જીવનમાં સર્વત્ર જિનવરદેવ સાથે ને સાથે જ છે. રાજકોટમાં મંગળ
પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે અતીન્દ્રિય આનંદનો નાથ આત્મા છે, તે મંગળ
છે, તેમાં પરભાવનું કર્તા–ભોક્તાપણું નથી. આવું જ્ઞાન તે રાગથી છૂટું
પડેલું વિશુદ્ધજ્ઞાન છે.

આવા સર્વવિશુદ્ધજ્ઞાનનો આત્મામાં પ્રવેશ થાય એટલે કે આત્મામાં આવી
જ્ઞાનદશા પ્રગટે તે અપૂર્વ મંગળ છે. જ્ઞાનભાવ અપૂર્વ અતીન્દ્રિય આનંદ સહિત છે, તેને
પોતાના આનંદવેદનમાં કોઈ દેવ–ગુરુના રાગનોય આશરો નથી. રાગાદિના કર્તા–
ભોક્તાપણાનો નાશ કરીને તે જ્ઞાન પ્રગટ્યું છે.
સમવસરણમાં બિરાજમાન સાક્ષાત્ સર્વજ્ઞ પરમાત્મા એમ કહે છે કે આનંદસ્વરૂપ
ચૈતન્યતત્ત્વ છે તેને શોધવા જીવ જ્યાં અંતરમાં જાય છે ત્યાં તેને રાગનું કર્તૃત્વ છૂટી
જાય છે. રાગના વેદનવડે ભગવાન આત્મા જણાય નહિ.–પછી તે રાગ દેવ–ગુરુ તરફનો
હોય, –પણ જ્ઞાનમાં તો તે રાગના કર્તૃત્વનો નાશ થઈ ગયો છે.
જુઓ, સોનગઢમાં હમણાં જે પરમાગમની પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો,
તે પરમાગમ આ વંચાય છે. તે પરમાગમમાં કહેલું ભાવશ્રુતજ્ઞાન કેવું છે. તે ઓળખતાં
આત્મામાં ભાવ–પરમાગમની સ્થાપના થાય છે. ચૈતન્યના અનુભવના મશીનથી
ધર્મીના આત્મામાં ભાવશ્રુત–પરમાગમ કોતરાઈ ગયાં છે. એનો આત્મા પોતે
જ્ઞાનપૂંજપણે પ્રગટ્યો