Atmadharma magazine - Ank 367
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 69

background image
: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૧ :
૮૫ ચૈતન્ય–રત્નોની
મંગલમાળા
રાગથી ભિન્ન ચૈતન્યભાવને પ્રસિદ્ધ કરીને
ભારતભરમાં ભેદજ્ઞાનની ભેરી વગાડનારા ગુરુદેવની ૮૫ મી
જન્મજયંતીનો મંગલ ઉત્સવ મુંબઈનગરીમાં મુમુક્ષુઓએ
આનંદથી ઉજવ્યો. આ આનંદમાં સાથ પૂરાવવા, મુંબઈ
રાજકોટ ભાવનગર અને સોનગઢના પ્રવચન વગેરેમાંથી
ચૂંટેલા ૮૫ પુષ્પોની મંગલમાળ અહીં આપીએ છીએ, તે
મુમુક્ષુ–હૃદયમાં આનંદની સૌરભ પ્રસરાવશે. (સં.)
જગતમાં સૌથી સુંદર એવું ચૈતન્યતત્ત્વ સ્વદ્રવ્ય છે, તે સ્વદ્રવ્ય આનંદરૂપ છે;
તેનો આશ્રય કરનાર જીવ મંગળરૂપ છે. આવા મંગલકારી મંગલ–આત્મા
ગુરુદેવ જયવંત વર્તો.
૧. આનંદમય ચૈતન્યતત્ત્વના આશ્રયે જે કાર્ય થાય, તે કાર્ય શુભ રાગના આશ્રયે
થઈ શકે નહિ, કે પરદ્રવ્યના આશ્રયે પણ થઈ શકે નહિ. માટે સ્વતત્ત્વને
જાણીને તેનો આશ્રય કરો.
ર. મોક્ષને સાધવાનું મહાનકાર્ય શુદ્ધ સ્વદ્રવ્યના આશ્રયે જ થાય છે; તે કાર્ય બીજા
કોઈના આશ્રયે થઈ શકતું નથી; માટે સ્વદ્રવ્ય જ સૌથી ઉત્તમ અને ઈષ્ટ છે.
૩. આત્માને અકષાયી શાંતિ ઈષ્ટ છે અકષાય–શાંતિના વેદન પાસે તો
પ્રશસ્તરાગનો કષાયકણ પણ અશાંતિરૂપ–કલેશરૂપ–આગરૂપ ભાસે છે.
તીવ્રકષાયના વેદનવાળા જીવને મંદકષાય આગ જેવો ન લાગે, પણ કષાય
વગરની શાંતિનું જેને વેદન છે તેને તો મંદકષાય પણ આગ જેવો લાગે છે.
‘શાંતિ’ અને ‘રાગ’ એ બંનેના વેદનમાં, ‘ઠરવું’ અને ‘બળવું’ જેટલું
અંતર છે...એકમાં આત્મા ઠરે છે, બીજામાં આત્મા બળે છે.