: ર : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
૪. હે ગુરુદેવ! દુઃખમય એવા પંચમકાળને પણ, શુદ્ધાત્મતત્ત્વના ઉપદેશ વડે આપે
તો અમારા માટે આત્મ–આરાધનાનો આનંદમય ઉત્તમકાળ બનાવી દીધો છે.–
આપના આત્માનો આ એક આશ્ચર્યકારી ચમત્કાર છે.
પ. આનંદનો નાથ આત્મા જાગે, ને ભવદુઃખનો અંત આવે એવી આ વાત છે.
ભાઈ, તારો આત્મા સર્વથા અંતર્મુખ છે; અંતરમાં ઊંડે–ઊંડે ઊતરતાં રાગ–દ્વેષ
વગરનું ચૈતન્યતત્ત્વ સુખસહિત પ્રકાશી રહ્યું છે; તેનું વેદન થતાં સંસારના કોઈ
સુખની વાંછા રહેતી નથી. આવું તત્ત્વ ધર્માત્માને ગોચર છે, તેની હે જીવ! તું
રુચિ કર.
૬. અહા, ગુરુદેવના પ્રતાપે અત્યારે આ પંચમકાળમાંય આપણને વારંવાર જિનેન્દ્ર
ભગવાનના પંચકલ્યાણક જોવા મળે છે. અત્યારે તો આપણે સ્થાપના–નિક્ષેપરૂપ
પંચકલ્યાણક જોઈએ છીએ, ને થોડા વખત પછી, વિશેષ આરાધકભાવ સહિત