: ૧૨: આત્મધર્મ : વૈશાખ: ૨૫૦૦
લૂટારાઓને મારીને મુનિની રક્ષા કરી. લૂટારાઓ ન મુનિને મારી શક્્યા, કે ન રાજાને
મારી શક્્યા.
હવે આપણે અહીં બે વાત વિચારવાની છે–
૧. રાજાદ્વારા તો ચાલીસ લૂટારાઓ હણાયા.
૨. લૂટારાઓ વડે એક પણ માણસ હણાયો નહિ.
–તો હવે તે બેમાંથી વધારે હિંસક તમે કોને માનશો?
રાજાને વધુ હિંસક કહેશો? કે લૂટારાઓને?
ચોક્કસપણે તમે લૂટારાઓને જ વધુ હિંસક કહેશો; ને રાજાને હિંસક નહીં કહો,
પણ તેના કાર્યની પ્રશંસા કરશો.
૧. ૪૦ માણસો માર્યા ગયા છતાં તે રાજાને ઓછી હિંસા કેમ ગણી?
૨. અને કોઈ માણસ ન મરવા છતાં તે લૂટારાઓને વધુ હિંસા કેમ ગણી?
૩. મુનિરાજ તો બંને પ્રત્યે તટસ્થ, રાગ–દ્વેષ વગરના છે તેથી તેઓ વીતરાગી–
અહિંસક છે.
વિચાર કરતાં ઉપરના પ્રશ્નોનો ખુલાસો નીચે મુજબ આવશે.
“વધુ જીવ મરે માટે વધુ હિંસા, ને ઓછા જીવ મરે ત્યાં ઓછી હિંસા”–એવો
નિયમ નથી. જો એમ હોત તો રાજા જ વધારે હિંસક ઠરત. પણ એમ નથી. ત્યારે કેમ
છે?
વધુ કષાય ત્યાં વધુ હિંસા; ઓછો કષાય ત્યાં ઓછી હિંસા;
ને અકષાયરૂપ વીતરાગભાવ ત્યાં અહિંસા–એમ સિદ્ધાંત છે.
* લૂટારાઓએ મુનિને મારવાના ભાવનો ઘણો કષાય કર્યો તેથી તેને વધુ હિંસા
લાગી.
* રાજાએ ઓછો કષાય કર્યો માટે તેને ઓછી હિંસા લાગી. જોકે તેને મુનિને
બચાવવાનો શુભભાવ હતો, પરંતુ તેણે જેટલો કષાય કર્યો તેટલી તો હિંસા જ
થઈ, કેમકે કષાય પોતે જ હિંસા છે.
* જેમણે રાગ–દ્વેષ ન કર્યો એવા મુનિરાજ પરમ–અહિંસક રહ્યા; કેમકે
વીતરાગભાવ તે જ અહિંસા છે; ને રાગાદિ તે હિંસા છે.