: વૈશાખ: ૨૫૦૦ આત્મધર્મ : ૧૧:
હિંસાનો સંબંધ નથી. એટલે પરજીવનું જીવન કે મરણ તેના આયુષ્યઅનુસાર થાઔ,
પણ જે જીવને અકષાય–વીતરાગભાવ છે તે જીવ અહિંસક છે, અને જે જીવને સકષાય–
રાગાદિભાવ છે. તે જીવ હિંસક છે. આ ભગવાન વીરનાથે જૈનશાસનમાં કહેલો અહિંસા
અને હિંસાનો મહાન સિદ્ધાંત છે. તેમાં જે રાગાદિ હિંસા છે તે અધર્મ છે, અને
વીતરાગભાવરૂપ જે અહિંસા છે તે પરમધર્મ છે. આવા અહિંસા ધર્મનો ઉપદેશ તે સર્વે
જીવોને માટે હિતકારી હોવાથી, તે જ ‘ઈષ્ટ–ઉપદેશ’ છે, તે જ ભગવાન મહાવીરનો
ઉપદેશ છે.
વીતરાગભાવરૂપ અહિંસા તે ઈષ્ટ ફળવાળી છે,
ને મોક્ષ તે ઈષ્ટ છે.
રાગાદિભાવરૂપ હિંસા તે અનીષ્ટ ફળવાળી છે,
ને સંસાર તે અનીષ્ટ છે.
હવે આવી અહિંસા તથા હિંસાનું સ્વરૂપ વધુ સ્પષ્ટ સમજવા
માટે દ્રષ્ટાંત લઈએ:–
એક જ જંગલમાં ૪૦ લૂટારાઓ રહેતા હતાં; તેઓ કૂ્રર પરિણામી અને
માંસાહારી હતા. જંગલમાં શિકારની શોધમાં તેઓ ફરતા હતાં.
એવામાં એક ધર્માત્મા–સંત તે જંગલમાંથી પસાર થતા હતા; આત્માને જાણનારા
ને વીતરાગભાવમાં મહાલનારા તે સંત, દુષ્ટ લૂટારાઓની નજરે પડ્યા, એટલે તેમને
મારી નાંખવા અને તેમનું માંસ ખાવા તે લૂટારાઓ પાછળ પડ્યા.
ધર્માત્મા–સંત–મુનિ તો ઉપસર્ગ સમજીને શાંતિથી ધ્યાનમાં બેસી ગયા.
લૂટારાઓ તેમને પકડીને મારવાની તૈયારીમાં હતા....પણ–
એ જ વખતે ત્યાં એક રાજા આવી ચડયો; રાજા સજ્જન હતો ને બહાદૂર હતો.
મુનિને અને લૂટારાઓને દેખીને તે તરત પરિસ્થિતિ સમજી ગયો. દુષ્ટ લૂટારાઓના
પંજામાંથી મુનિની રક્ષા કરવા તેણે લૂટારાઓને ઘણા સમજાવ્યા કે આ નિર્દોષ
ધર્માત્માને હેરાન ન કરો. પણ માંસના લોભી દુષ્ટ લૂટારાઓ કોઈ રીતે માન્યા નહિ, ને
તેમણે તો મુનિને મારવાની તૈયારી કરી.
ત્યારે રાજાથી રહેવાયું નહિ; તેણે મુનિની રક્ષા કરવા લૂટારાઓનો સામનો કર્યો,
ચાલીસ લૂટારાઓ પણ એકસાથે રાજા ઉપર તૂટી પડ્યા. પણ બહાદૂર રાજાએ તે બધા