: ૧૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
હિંસા–અહિંસાનો આ અબાધિત નિયમ મહાવીર પ્રભુએ જૈનસિદ્ધાંતમાં કેવી
સુંદર રીતે સમજાવ્યો છે? તે જુઓ–
अप्रादुर्भावः खलु रागादीनां भवति अहिसेति।
तेषामेवोत्पत्तिः हिंसेति जिनागमस्य संक्षेपः।।४४।।
રાગાદિનો જ્યાં અંશ નહીં, બસ! તે અહિંસા જાણવી;
રાગાદિની જે ઉત્પત્તિ હિંસા જરૂર તે જાણવી.
જિનવરકથિત આગમ તણો રે! આ જ ટૂંકો સાર છે,
પુરુષાર્થ સિદ્ધિ–ઉપાયમાં અમૃતસૂરિનું વચન છે.
જીવમાં રાગાદિભાવોની ઉત્પત્તિ ન થવી તે ખરેખર અહિંસા છે; અને રાગાદિ
ભાવોની ઉત્પત્તિ તે હિંસા છે; આ જિનાગમનો સાર છે.
જ્યાં કષાયસહિતયોગથી દ્રવ્ય–ભાવરૂપ પ્રાણોનો ઘાત છે ત્યાં ચોક્કસ હિંસા છે.
જે સત્પુરુષને યોગ્યઆચરણ છે અને રાગાદિ કષાયનો અભાવ છે તેને, માત્ર
પ્રાણઘાત વડે કદી હિંસા થતી નથી.
અને જ્યાં રાગાદિકષાયવશ પ્રમાદપ્રવૃત્તિ છે ત્યાં, જીવ મરો કે ન મરો તોપણ,
ચોક્કસ હિંસા છે. કેમકે
સકષાયજીવ, કષાય વડે પ્રથમ પોતે પોતાના આત્માના ચૈતન્ય–પ્રાણને તો હણે
જ છે,–પછી બીજા જીવોની હિંસા તો થાય કે ન થાય.
પરવસ્તુના કારણે જીવને સૂક્ષ્મ પણ હિંસા થતી નથી; પોતાના કષાય ભાવથી જ
હિંસા થાય છે.
હિંસા–અહિંસા સંબંધી આ વસ્તુસ્વરૂપનો નિયમ છે, અને આ જૈનસિદ્ધાંતનું ટૂંકું
રહસ્ય છે.
अज्झवसिदेण बंधो सते मारेउ मा व मारेउ।
एसो बंधसमासो जीवाणं णिच्छयणयस्स।।२६२।।
મારો ન મારો જીવને છે બંધ અધ્યવસાનથી;
–આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચયનય થકી.