: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૧૭ :
અમારા મોટા ભાઈઓનું શું થતું હશે?–આ પ્રકારે સંજ્વલનરૂપ બંધ–મોહ રહી
ગયો એટલે એટલા રાગની ઉત્પત્તિ થઈ, ને તેઓ વીતરાગપણે રહી ન શક્્યા,
કેવળજ્ઞાન ન પામ્યા; પણ એટલા વિકલ્પ પૂરતી ચૈતન્યભાવની સૂક્ષ્મહિંસાને લીધે
તેમને સંસારમાં સર્વાર્થસિદ્ધિનો ભવ થયો. (મોક્ષ ન થયો, પણ ભવ થયો.)
હા, તેમણે વિશેષ ઉદ્વેગ ન કર્યો, તેમજ પાંડવોને બચાવવાની ચેષ્ટા કરી નહિ;
એટલી વીતરાગતા તેમને હતી, ને તે અહિંસા હતી.
૩. ત્રીજા કોઈ જીવો એવા હતા કે જેમણે આ ઉપસર્ગ દેખીને, ઉપસર્ગ કરનાર ઉપર
તીવ્ર ક્રોધ કર્યો તથા પાંડવોને બળતા દેખીને ખૂબ ઉદ્વેગ કર્યો, ભક્તિથી તેમને
બચાવવાની ચેષ્ટા કરી.
આ જીવોએ, કોઈ જીવને હણ્યો ન હોવા છતાં, જેટલા ક્રોધાદિ ભાવ કર્યા તેટલે
અંશે ચૈતન્યભાવની હિંસા કરી. એટલે ઉપરના બે નંબરવાળા જીવો કરતાં આ જીવોને
વધુ હિંસા છે. તેમના પરિણામ શુભ હોવા છતાં આપણે તેમને અહિંસક નહીં કહીએ,
કેમકે અહિંસા તો આપણે વીતરાગભાવને જ સ્વીકારેલ છે. એટલે–
* જીવ બચાવવાના ઉદ્વેગ પરિણામવાળો જીવ પૂરો અહિંસક નથી.
* પણ સ્વરૂપમાં સ્થિર વીતરાગ–પરિણામવાળો જીવ જ પૂરો અહિંસક છે.
૪. ચોથો જીવ–કે જેને મુનિને મારી નાંખવાના કૂ્રર પરિણામ હતા, તેની શી વાત?
તેને તો તીવ્ર હિંસા છે.
આ પ્રમાણે જીવના સરાગ કે વીતરાગ પરિણામ અનુસાર હિંસા–અહિંસા છે;
અને તેમાં પણ મિથ્યાત્વ તે સૌથી મોટી હિંસા છે.
જૈનસિદ્ધાંત–અનુસાર હિંસા–અહિંસાનું આવું સત્ય–સ્વરૂપ જે નથી જાણતો, તે
વીતરાગભાવરૂપ અહિંસા ધર્મને ઓળખતો નથી, અને રાગાદિ હિંસાભાવો–કે જેના વડે
જીવના ચૈતન્યપ્રાણ હણાય છે–તે રાગને (શુભરાગને) તે અહિંસા–ધર્મ માને છે. આ
રીતે હિંસાને જ તે અહિંસા માનતો હોવાથી તે જીવને મિથ્યાત્વ છે, ને મિથ્યાત્વ તે સૌથી
મોટી હિંસાનું સેવન છે. જેણે હિંસાને જ અહિંસા માની લીધી (રાગને જ વીતરાગતા
માની લીધી)–એના જેવું મોટું પાપ બીજું કયું હોઈ શકે?
માટે જેણે સાચા અહિંસક થવું હોય તેણે–
* કોઈ પણ રાગને પરમધર્મરૂપ અહિંસા માનવી ન જોઈએ.