: ૧૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
* જેટલો રાગ તેટલી હિંસા–એમ સમજીને તેને છોડવી જોઈએ.
* અને જેટલી વીતરાગતા તેટલી અહિંસા–એમ સમજીને તેને આદરવી જોઈએ.
આવી વીતરાગી અહિંસા વડે જ ભવથી તરાય છે.
તેથી ન કરવો રાગ જરીયે ક્્યાંય પણ મોક્ષેચ્છુએ,
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે.
(પંચાસ્તિકાય–૧૭૨)
આવી વીતરાગી અહિંસા તે વીરનો ધર્મ છે.
વીરની વીતરાગી અહિંસાનો જય હો.
•
• તે સમજાવવા એક વધુ દ્રષ્ટાંત •
૧. એક જંગલની એક રમણીયગૂફામાં ભદ્રપરિણામી એક સુવર (ભૂંડ) રહેતું હતું.
૨. તે જંગલમાં એક વાઘ રહેતો હતો, તે કૂ્રરપરિણામી હતો.
૩. એક વીતરાગી મુનિરાજ વિચરતા–વિચરતા તે જંગલમાં આવ્યા; ને જે ગૂફામાં
સુવર રહેતું હતું તે ગૂફામાં બિરાજમાન થઈને શુદ્ધોપયોગ વડે આત્મધ્યાન કરવા
લાગ્યા.
મુનિરાજને ગૂફામાં દેખીને–
૧. ભદ્રપરિણામી ભૂંડને એવો શુભ વિચાર આવ્યો કે અહા, આ કોઈ વીતરાગી
મહાત્મા મારી ગૂફામાં પધાર્યા છે, એમને દેખતાં જ કોઈ અપૂર્વ શાંતિ થાય છે.
એમના પધારવાથી મારી ગૂફા ધન્ય થઈ...હું કઈ રીતે તેમની સેવા કરું? એવા
શુભભાવપૂર્વક તે ભૂંડ ગૂફાના દરવાજે બેસીને મુનિરાજની રક્ષા કરતું હતું.
૨. તે જ વખતે પાસે રહેલા વાઘને એવો અશુભ ભાવ થયો કે હું આ મનુષ્યને
મારી ખાઈ જાઉં.