: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૧૯ :
૩. તે જ વખતે શુદ્ધોપયોગમાં લીન તે મુનિરાજ, નથી તો ભૂંડ ઉપર રાગ કરતાં, કે
નથી વાઘ ઉપર દ્વેષ કરતા–એ તો વીતરાગ છે.
મુનિરાજને ખાઈ જવા માટે વાઘ ગૂફા પાસે આવ્યો. ભૂંડને તેનો ખ્યાલ આવી
ગયો એટલે તરત જ વચ્ચે આવીને તેણે વાઘને રોક્્યો.
વાઘ એના પર તૂટી પડ્યો....વાઘ અને ભૂંડ બંને લડ્યા; ખૂબ લડ્યા. કૂ્રર
વાઘની સામે પણ ભૂંડે બરાબર ટક્કર ઝીલી; તેના મનમાં એક જ ધૂન હતી કે પ્રાણ
આપીને પણ હું મુનિને બચાવીશ. બંને ખૂબ લડે છે,–એક તો મુનિના રક્ષણ માટે લડે છે,
ને બીજો મુનિના ભક્ષણ માટે લડે છે. લડતાં–લડતાં બંનેએ એક–બીજાને મારી નાંખ્યા...
બંનેએ એકબીજાની હિંસા કરી. વાઘ તો મરીને દુર્ગતિ ગયો; સુવર મરીને સુગતિમાં
ગયું; મુનિરાજ તો ધ્યાનમાં જ વીતરાગપણે બિરાજી રહ્યા ને કેવળજ્ઞાન પ્રગટાવી
મોક્ષગતિ પામ્યા.
હવે તેનું પૃથક્કરણ
આ દ્રષ્ટાંતમાં ત્રણ પાત્રો છે:–
(૧) સુવરનો જીવ:– જે મુનિને બચાવવાના પ્રશસ્ત રાગ–કષાયમાં વર્તે છે.
(ર) વાઘનો જીવ :– જે મુનિરાજને મારવાના અપ્રશસ્ત દ્વેષકષાયમાં વર્તે છે.
(૩) મુનિરાજ :– જેઓ અકષાય વીતરાગભાવમાં વર્તે છે.
હવે આમાં હિંસા–અહિંસા કયા પ્રકારે છે તે જોવા માટે, જ્યારે આપણે સુવર
અને વાઘની સરખામણી કરશું ત્યારે વાઘ કરતાં સુવરના ભાવ સારા છે, એટલે વાઘ
કરતાં તે સુવરની આપણે પ્રશંસા કરીશું.
મુનિની હિંસા ન થઈ તોપણ વાઘને પોતાના કૂ્રર પરિણામને લીધે હિંસાનું પાપ
લાગી જ ગયું ને તે દુર્ગતિમાં ગયો. વાઘની હિંસા થઈ છતાં ભૂંડ પોતાના શુભ
પરિણામને લીધે સુગતિમાં ગયું. એટલે બાહ્ય જીવોનું જીવન–મરણ તે હિંસા–અહિંસાનું
કારણ નથી પણ જીવનો ભાવ જ હિંસા–અહિંસાનું કારણ છે. આ દ્રષ્ટાંતમાં મુનિની
હિંસા ભલે ન થઈ તોપણ તેને મારી નાખવાના વાઘના હિંસકભાવને તો કોઈપણ રીતે
સારો નહિ જ કહેવાય. મુનિને મારવાની અપેક્ષાએ મુનિને બચાવવાનો રાગભાવ જરૂર
પ્રશંસનીય છે.
– પણ –
હજી આપણી વાત અધૂરી છે; કેમકે હજી ત્રીજા પાત્રને ભેળવવાનું બાકી છે.