: ૨૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
તે ધર્મ છે, તે મોક્ષમાર્ગ છે. અને તે ચેતનામાં રાગાદિ અશુદ્ધપરિણમન તે હિંસા
છે, તે સંસારનું કારણ છે.
જીવના પાંચ ભાવમાં ઉતારીએ તો–
* ઉપયોગ તે પરિણામિકભાવ છે.
* ઉપયોગનું શુદ્ધ પરિણમન તે ક્ષાયિકાદિ ભાવરૂપ છે.
* રાગાદિ ભાવો તે ઔદયિક ભાવ છે.
આ રીતે ઉપયોગને અને રાગને ભાવથી ભિન્નતા છે.
નવ તત્ત્વમાં લઈએ તો–
* ઉપયોગ તે જીવ અને સંવર–નિર્જરા–મોક્ષતત્ત્વમાં આવે છે.
* રાગાદિભાવો આસ્રવ અને બંધતત્ત્વમાં આવે છે.
આ રીતે ઉપયોગ અને રાગ એ બંને તત્ત્વો ભિન્ન છે.
ન્યાય–યુક્તિથી જોઈએ તો–
* ઉપયોગ સાથે આત્માની સમવ્યાપ્તિ છે.
* રાગાદિ સાથે આત્માની સમવ્યાપ્તિ નથી.
–માટે ન્યાયથી ઉપયોગ અને રાગની ભિન્નતા જ સિદ્ધ થાય છે; ઉપયોગની
અને રાગની એકતા કોઈ રીતે સિદ્ધ થતી નથી.
અનુભવથી જોતાં પણ–
રાગાદિ વગરના ઉપયોગસ્વરૂપે જીવ અનુભવમાં આવે છે. પણ ઉપયોગ
વગરનો જીવ કદી અનુભવમાં આવતો નથી.
–આ રીતે ધર્મીની અનુભૂતિમાં ઉપયોગ અને રાગની ભિન્નતા છે; રાગથી જુદો,
ઉપયોગસ્વરૂપ આત્મા જ અનુભૂતિમાં પ્રકાશે છે.
एगो मे सस्सदो अप्पा णाणदंसणलक्खणो।
सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा।।
મારો સુશાશ્વત એક દર્શન–જ્ઞાનલક્ષણ જીવ છે;
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે.