Atmadharma magazine - Ank 367
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 69

background image
: ૩૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
અશુભમાં હો કે શુભમાં, પણ સમ્યક્ત્વ તો નિરંતર આત્મપ્રતીતિરૂપે વર્તી
રહ્યું છે.
૬૦. ધર્મીનું મતિ–શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે–એટલે કે અંદરના સ્વસંવેદન
વડે જ્ઞાનસ્વભાવને પ્રત્યક્ષ કરીને તેણે કેવળજ્ઞાન સાથે સંધિ કરી છે.
કેવળજ્ઞાનસ્વભાવ તે અવયવી છે, ને મતિ–શ્રુત તેનો અવયવ છે. આવું જ્ઞાન
જ્યાં પ્રગટ્યું ત્યાં જ્ઞાનબીજ ઊગી, તે હવે કેવળજ્ઞાનરૂપ પૂર્ણિમા થયે છૂટકો.
૬૧. આજ તો આનંદનો દિવસ છે ને આનંદના જમણ પીરસાય છે,–એટલે હજારો
શ્રોતાજનો ઉલ્લાસભાવે તે વધાવી રહ્યા છે. સમ્યગ્જ્ઞાનની બીજ આત્માના
અપૂર્વ આનંદસહિત પ્રગટે છે.
૬૨. બાપુ! ચૈતન્યતત્ત્વની આવી વાત સાંભળવા મળવી તે મહાન દુર્લભ છે; તે
તને મહાભાગ્યે મળી છે, માટે તેની દરકાર કરીને આત્માનું કલ્યાણ કરી લેજે.
આત્માના હિત માટે તને આ સુઅવસર સુલભ થયો છે...તેને સફળ કરજે.
૬૩. વૈશાખ સુદ ત્રીજે ભાવનગર–જિનમંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠાને પાંચમું વર્ષ
બેઠું. તે જ દિવસે ગુરુદેવ મુંબઈથી ભાવનગર પધાર્યા, અને પ્રવચનમાં
સમયસારનો ૧૩૮મો કળશ વાંચતાં કહ્યું કે–
આત્મા ચૈતન્યતત્ત્વ પોતે આનંદનું ધામ છે. આવા આત્માના ભાન વગર,
ધનના ઢગલા વચ્ચે પણ જીવો અશાંતિને ભોગવીને ચારગતિમાં રખડે છે.
શુભાશુભભાવ કરીને જીવે ચારે ગતિમાં અવતાર કર્યા છે; મોટો રાજા પણ
થયો ને ગરીબ ભીખારી પણ થયો,–પણ ચૈતન્યની શાંતિ તેને ક્્યાંય મળી
નહીં.
૬૪. અહીં આચાર્યદેવ એવા અજ્ઞાની જીવોને સંબોધન કરીને જગાડે છે ને તેનું
ચૈતન્યપદ કેવું સુંદર છે તે બતાવે છે. અરે જીવ! રાગાદિ ભાવો તે તારું સાચું
પદ નથી, તારું નિજપદ તો અંદર શુદ્ધ ચૈતન્યનું બનેલું છે; તે ચૈતન્યપદમાં
રાગાદિનો પ્રવેશ નથી.
૬૫. આવા નિજ ચૈતન્યતત્ત્વને જેઓ નથી દેખતા, તે ભલે દેવ હોય કે રાજા હોય–
પણ આચાર્યદેવ કહે છે કે તે જીવો અંધ છે–નિજનિધાન પોતામાં ભર્યા છે તેને
નહિ દેખનારા આંધળા છે. બાપુ! હવે તું જ્ઞાનચક્ષુ ખોલીને તારા ચૈતન્યપદને
દેખ. અંદર ચૈતન્યવસ્તુ સત્ છે તેને તું દેખ.