: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૩૧ :
૫૨. ભગવાન! તારી પ્રભુતાની વાત હોંશથી સાંભળ તો ખરો. પ્રભુતાને જાણીને
તેનો ઉલ્લાસ કરતાં તને રાગનો ઉલ્લાસ છૂટી જશે ને તારા ભવનાં બંધન તૂટી
જશે.
૫૩. રાગનો જેને રસ છે તેને આત્મા દેખાતો નથી; પણ ભેદજ્ઞાની જીવ રાગને જુદો
પાડીને શુદ્ધચૈતન્યરસનો સ્વાદ લઈને સ્વસંવેદનમાં આત્માને દેખે છે. ભેદજ્ઞાનના
બળે તે શરીરથી, કર્મથી ને રાગથી અત્યંત ભિન્ન ચૈતન્યતત્ત્વરૂપે પોતે પોતાને
અનુભવે છે. તે ચૈતન્યની કિંમત પાસે રાગ વગેરેની કાંઈ જ કિંમત નથી.
૫૪. ચૈતન્યના સ્વસંવેદનથી જ્યાં જ્ઞાનની મંગલબીજ ઊગી ત્યાં પૂર્ણતા થતાં વાર ન
લાગે; જેમ બીજ ઊગી તે વધીને તેર દિવસમાં પૂનમ થાય છે, તેમ આત્મસન્મુખ
થતાં શુદ્ધોપયોગની બીજ ઊગી તે વૃદ્ધિગત થઈને અલ્પકાળમાં કેવળજ્ઞાન થાય છે.
૫૫. વૈશાખ સુદ બીજના મંગલપ્રવચનમાં ચૈતન્યની પ્રસન્નતાથી ગુરુદેવ કહે છે કે
અહો! જ્યાં જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન કર્યું કે જ્ઞાનવેદન તે હું, ને રાગાદિ તે હું
નહીં,–આમ ભેદજ્ઞાન કરતાં સ્વસંવેદનમાં પોતે પોતાને પ્રત્યક્ષ થયો; ને
પરિણમનચક્ર મોક્ષ તરફ ચાલ્યું. તે જ સાધકભાવનો અપૂર્વ મહોત્સવ છે.
૫૬. બાપુ! આવું મનુષ્યપણું અને આવો સત્સંગ પામીને, ચૈતન્યનો અનુભવ કરવા
જેવો છે, તે કામ પહેલાંં કર.
૫૭. ધર્મીજીવ સ્વસંવેદનથી પોતાને એમ અનુભવે છે કે હું તો ચૈતન્યજ્યોતિરૂપ
આતમરામ છું. ધર્માત્માના ઉપદેશે એના મોહને છેદવા માટે રામબાણ જેવું કામ
કર્યું.
૫૮. ધર્માત્માગુરુએ જેવું કહ્યું તેવું સ્વરૂપ લક્ષમાં પકડીને પોતે અનુભવ્યું; તે અનુભવ
વખતે મતિ–શ્રુતજ્ઞાન પણ અતીન્દ્રિય પ્રત્યક્ષ થયા છે. મતિ–શ્રુતજ્ઞાન એકાંત
પરોક્ષ નથી, સ્વસંવેદનમાં તે પ્રત્યક્ષ પણ છે. આવી પ્રત્યક્ષજ્ઞાનકળા તે મોક્ષનું
સાધન છે.
૫૯. સમ્યક્ત્વ તો આત્મામાં એકત્વબુદ્ધિ કરીને નિર્વિકલ્પ–પ્રતીતરૂપ વર્તે છે; તેમાં
પ્રત્યક્ષ કે પરોક્ષ એવા ભેદ નથી ધર્મીને જ્ઞાનનો ઉપયોગ અંદર હો કે બહાર,