મારા સ્વસંવેદનથી પ્રત્યક્ષ એવો હું શ્રીગુરુના ઉપદેશથી મારું સ્વરૂપ સમજ્યો,
મારા પરમેશ્વરને મેં મારામાં જ દેખ્યો. હું ચેતનાસ્વરૂપથી એકપણે જ મને
અનુભવું છું. મારી આ અનુભૂતિમાં ભેદના વિકલ્પરૂપ કારકો નથી, એટલે
અશુદ્ધતા નથી; શુદ્ધ ચૈતન્યભાવરૂપે જ હું મને અનુભવું છું.
લક્ષગત થતાં પરના પ્રેમની દિશા છૂટી જાય ને સ્વતત્ત્વ તરફ તેની રુચિ ઝુકી
જાય. એકવાર સાંભળતાં અંદર રાગ અને જ્ઞાનની ભિન્નતાના ઘા લાગી જવા
જોઈએ. બાપુ! એકવાર અપૂર્વ મહિમા લાવીને તારા આત્માની વાત સાંભળ તો
ખરો.
જ્ઞાનીગુરુના ઉપદેશથી ક્ષણમાં નિજસ્વરૂપ સમજીને પ્રતિબુદ્ધ થઈ ગયો,
ભમરીનો ડંખ લાગતાં જેમ ઈયળ ભમરી બની જાય, તેમ શ્રીગુરુના શુદ્ધાત્મ–
ઉપદેશની ચોટ લાગતાં અપ્રતિબુદ્ધ આત્મા શીઘ્ર પ્રતિબુદ્ધ થઈ ગયો. અહો,
આનંદનો સાગર આત્મા,–જ્યાં શ્રીગુરુએ સંભળાવ્યો ત્યાં તેના પ્રેમનો રંગ ચડી
ગયો, એવો રંગ ચડી ગયો કે રાગની પ્રીતિ હવે રહેતી નથી. એક ઘાએ રાગ
અને જ્ઞાનના બે કટકા જુદા થઈ ગયા; અને ભાન થયું કે ‘આ રહ્યો હું ચેતનરૂપ
ભગવાન! ’
આનંદિત થયો,–પ્રસન્ન થયો, કે ‘અહો! હું પરમેશ્વર આ મારામાં જ રહ્યો!
મારા સ્વસંવેદનમાં હું પ્રતાપવંત વર્તુ છું. ’
સ્વસંવેદન ધર્મીને ચોથાસ્થાનથી થઈ ગયું હોય છે.