: વૈશાખ: ૨૫૦૦ આત્મધર્મ : ૨૯ :
•
(અનુસંધાન પાનું ૮ થી ચાલુ)
૪૨. અહો, આ ‘જ્ઞાનની સેવા’ માં જ્ઞાનસ્વરૂપ શુદ્ધદ્રવ્ય ને શુદ્ધપર્યાય બંને આવી
જાય છે. શુદ્ધદ્રવ્ય ને શુદ્ધપર્યાય (એટલે નિત્ય અને અનિત્ય સ્વરૂપ આત્મા)
તેના સ્વીકાર વગર જ્ઞાનની સાચી સેવા થઈ શકે નહિ, એટલે ધર્મ કે મોક્ષમાર્ગ
થઈ શકે નહિ.
૪૩. અંતર્મુખ થયેલી જ્ઞાનપર્યાય વગર, નિત્ય જ્ઞાનસ્વરૂપની સેવા કરી કોણે? એકલું
નિત્ય પોતે પોતાને સેવે નહીં; સેવવાપણું અનિત્ય–પર્યાયમાં હોય, અને તે
પર્યાય કાં તો નિસર્ગ અને કાં તો અધિગમ એવા કારણપૂર્વક પ્રગટે છે. તે
કારણનો જેને સ્વીકાર નથી, પર્યાયનો જેને સ્વીકાર નથી, તેને જ્ઞાનની સેવા
પ્રગટી જ નથી.
૪૪. રાગથી જે લાભ માને તેણે જ્ઞાનની સેવા કરી જ નથી, તેણે આત્માને
જ્ઞાનસ્વરૂપ જાણ્યો જ નથી. જ્ઞાનસ્વરૂપ આત્માને જાણીને તેની સન્મુખ થયો
ત્યાં તો અપૂર્વ આનંદનો અનુભવ થાય છે; તે આનંદસહિત જ્ઞાનની સેવા થાય
છે.
૪૫. જ્ઞાનની આ રીતે સેવા કરનાર જીવને પોતાની પર્યાયમાં, અનાદિનો આનંદનો
દુકાળ ટળીને, આનંદનો સુકાળ થઈ જાય છે...પર્યાયમાં આનંદની રેલમછેલ થઈ
જાય છે.–તેણે જ્ઞાનની સેવા કરી, તેણે ભગવાનની ને ગુરુની શિખામણ માની.
તેને જ્ઞાનનો અનુભવ કર્યો. ગુણ–ગુણીને તેણે એકરૂપે અનુભવ્યા, દ્રવ્ય–
પર્યાયનો ભેદ તેણે મટાડયો ને અભેદનો અનુભવ કર્યો. આ જૈનશાસનનું રહસ્ય
છે; આ વીતરાગી સંતોનો ઉપદેશ છે.
૪૬. આત્મા અને તેની જ્ઞાનપર્યાય અભેદ છે, ને રાગ સાથે તેને ભેદ છે,–એવું
ભેદજ્ઞાન, અને જ્ઞાનની અનુભૂતિસ્વરૂપ આત્મા તેને જાણીને, શ્રદ્ધા કરવી તે
ધર્માત્માનું પ્રથમ કર્તવ્ય છે. મુમુક્ષુએ મોક્ષને માટે નિયમથી જે કર્તવ્ય છે તે
રાગથી ભિન્ન આત્માના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર છે, ને તે જ મોક્ષમાર્ગ છે.
૪૭. અનાદિનો અપ્રતિબુદ્ધ શિષ્ય, વિરક્ત ગુરુના ઉપદેશથી પ્રતિબુદ્ધ થઈને