: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૩૯ :
આનંદથી ઉજવીએ–
પ્રભુના મોક્ષનો મહોત્સવ
મહાવીર ભગવાન....આપણા પરમ ઈષ્ટ દેવ! તેમના
મોક્ષગમનનું અઢીહજારમું વર્ષ....આખું ભારત આનંદથી ઉજવીએ.
આપણા ભગવાન કેવા મહાન છે ને તેમણે બતાવેલો મોક્ષમાર્ગ
કેવો સુંદર છે! તેની પ્રસિદ્ધિ ૧૮૦ જિજ્ઞાસુઓએ નિબંધ દ્વારા
વ્યક્ત કરી છે...તેનું દોહન અહીં અપાય છે. (અંક ૩૬૬ થી ચાલુ)
(ર. A. B. નંદલાલ તથા પ્રજ્ઞાબેન દામોદરદાસ ગાંધી.–બોટાદ)
આખુંય ભારત આજે અનેરા આનંદથી આ દીપોત્સવ ઉજવી રહ્યું છે.
શેનો છે આ મંગલ દીપોત્સવ! મહાવીરપ્રભુના મોક્ષનો આ મહોત્સવ છે.
અહો! અંદરથી શ્રદ્ધાનાં રણકાર કરતો આત્મા જાગી જાય એવો આ વીરમાર્ગ
છે. જેમ રણે ચડેલા રજપૂતની વીરતા છાની ન રહે, તેમ ચૈતન્યની સાધનાના પંથે
ચડેલાની, વીરપ્રભુના માર્ગે ચડેલા ધર્માત્માની વીરતા છાની ન રહે. એનો વૈરાગ્ય, એનું
શ્રદ્ધાનું જોર, એનો ધર્મનો પ્રેમ, એનો આત્માનો ઉત્સાહ મુમુક્ષુથી છાનો ન રહે.
જ્ઞાનદશા ખરેખર અદ્ભુત છે.
ભગવાન મોક્ષે પધાર્યા એટલે ભરતક્ષેત્રને તો તીર્થંકરનો વિરહ પડ્યો, અને
છતાં તેનો ઉત્સવ! હા...પણ એ કાંઈ ભગવાનના વિરહનો ઉત્સવ નથી, એ તો મોક્ષની
પ્રાપ્તિનો ઉત્સવ છે, તેમાં પોતાના મનોરથ પ્રત્યેના ઉલ્લાસનો આનંદ છે. સિદ્ધપદ એ
સાધકનો મનોરથ છે. એ સિદ્ધપદના સ્મરણમાત્રથી પણ સાધકનું અંતર પુલકિત બને છે
તો ભગવાનના એવા સિદ્ધપદને દેખીને આનંદ કેમ ન થાય! ને એ સિદ્ધપદની
અનુમોદના તરીકે એ ઉત્સવ કેમ ન ઉજવે! એ સાધકના જ્ઞાનમાં સર્વજ્ઞનો કદી વિરહ
નથી.
આ રીતે સિદ્ધપદને અભિનંદવાનું ને મોક્ષનો ઉત્સવ ઉજવવાનું ૨૫૦૦ મું મહા
વર્ષ નજીક આવી રહ્યું છે. માટે આપણે પણ રત્નત્રયના પવિત્ર દીવડા પ્રગટાવીને