Atmadharma magazine - Ank 367
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 55 of 69

background image
: ૪૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
એ મંગળ પર્વ ઉજવીએ..ને વીરપ્રભુના મોક્ષપંથે જઈએ તે આપણા સૌનું મહાન
કર્તવ્ય છે.
પ્રભુના મોક્ષના મંગલ દિવસે ઊંચીઊંચી ભાવનાઓ ભાવવી, ને ધર્મની
વૃદ્ધિના ઊંચાઊંચા સંકલ્પો કરવા અને જૈનધર્મની પ્રભાવના માટે તથા પરમ દેવ,
ગુરુ, શાસ્ત્રની સેવા માટે જે કાંઈ થઈ શકે તે તન–મન–ધનથી કરવું, કોઈ ઉત્તમ
નવીનશાસ્ત્રની સ્વાધ્યાયનો મંગલ પ્રારંભ કરવો, સૌ સાધર્મીઓની સાથે પ્રેમથી
સન્માનપૂર્વક હળવું–મળવું ને ધર્મની ચર્ચા કરવી એ આપણા સૌના મહાન વિપુલ
કર્તવ્યો છે. તે દિવસે એવી ઉત્તમ ધર્મચર્ચા કરવી જોઈએ કે તેના સંસ્કાર જીવનમાં
ફેલાઈ જાય, ઉત્તમ ભાવોની કમાણી થાય, ને જ્ઞાનલક્ષ્મીનો અપૂર્વ લાભ થાય.
સવારમાં મંગલ દીવડાના ઝગઝગાટમાં ઊઠતાવેંત જ મહાવીર ભગવાનના
ગુણોને યાદ કરીને, તેમાં આપણા કેવા કર્તવ્યો રહેલા છે તેનો વિચાર કરીને,
આપણે તેમના પંથે જઈને તેમના જેવા થવું છે તેવા વિચારો કરવા તે આપણું
કર્તવ્ય છે.
વહાલા વીરનાથ આપણા ચોવીસમા તીર્થંકર છે. ને તીર્થંકર ભગવાન...
એટલે માત્ર ભારતની જ નહિ પણ આખા વિશ્વની વિભૂતિ છે. ભગવાન
વૈશાલીમાં ત્રિશલામાતાને ત્યાં સર્વજ્ઞપદને સાધવા માટે ચૈત્ર સુદ તેરસે જન્મ્યા
હતા. બેંતાલીસ વર્ષની વયે પ્રભુ કેવળજ્ઞાન પ્રગટ કરીને અરિહંત થયા. ત્રીસ વર્ષ
સુધી ધર્મના ધોધ વહેવડાવીને અંતે પાવાપુરીથી પ્રભુજી સિદ્ધાલયમાં પધાર્યા...
મોક્ષ પામ્યા. આજે તેમના નિર્વાણને અઢીહજાર વર્ષ થયા. તેમનો જન્મ ઘણા
ભવ્ય જીવોને તરવાનું કારણ છે, તેથી તે કલ્યાણક છે. અહા! આ ભરતક્ષેત્રની
ધન્ય પળ છે; વીરતા પ્રગટ કરીને પોતે તો પૂર્ણ પરમાત્મા થયા ને જગતના ઘણા
જીવોને પણ ભવથી તારતા ગયા. ભવ્ય જીવોને તારવા ભગવાન કહે છે કે હે
ભાઈ, ચૈતન્યનો મહિમા ઘૂંટતા ઘૂંટતા તારા નિર્ણયમાં એમ આવે કે અહો! મારી
આ વસ્તુ જ સ્વયં પરિપૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ છે. આવા નિર્ણયથી અંતર્મુખ થતાં
સ્વસંવેદન વડે આત્મા પ્રત્યક્ષજ્ઞાતા થઈ જાય છે, એનું નામ સમ્યગ્દર્શન છે; તે
પૂર્ણતાના પંથે ચડયો, તેણે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો, તે વીરના માર્ગે વળ્‌યો.
–આ છે મહાવીરનો સંદેશ.
અહો, વહાલા વીરનાથ! આપનો સુંદર માર્ગ અમારા મહાભાગ્યે ગુરુકહાન
દ્વારા અમને પ્રાપ્ત થયો....આપના મંગલ માર્ગમાં વહેતા વીતરાગી આનંદના
વહેણથી અમે