Atmadharma magazine - Ank 367
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 56 of 69

background image
: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૪૧ :
પાવન થયા. અહા, આપની સર્વજ્ઞતા, આપની વીતરાગતા અને શુદ્ધાત્માના આનંદ–
સ્વાદથી ભરેલો આપનો ઉપદેશ, આવી મહાનતાને જે ઓળખે છે તે તો આપના
માર્ગમાં ચાલવા માંડે છે. અને તેના ચિત્તમાં આપ બિરાજો છો, તે જ આપને પૂજે છે.
આપની મહાનતાને જે ન ઓળખી શકે તે આપને ક્્યાંથી પૂજી શકે? પ્રભો! અમે તો
આપને ઓળખ્યા છે, અને અમે આપના પૂજારી છીએ, ને આપના વીરમાર્ગમાં આગળ
વધીએ છીએ.
પૂ. ગૂરુદેવ વીરમાર્ગની ઓળખાણ કરાવતાં કહે છે કે આપણે તો વીરનાં સંતાન
છીએ. “બાપ જેવા બેટા” માટે આપણે વીર પ્રભુના વીતરાગી રસ્તે જઈ, તેમના કહેલા
આત્માની ઓળખાણ કરી તેને સાધવાનો છે. આત્માની અનુભવદશા વડે જ મોક્ષ
સધાય છે. આ વીરનો માર્ગ છે ને આ વીરનો ઉપદેશ છે. આવા માર્ગની ઓળખાણ
કરીને તે પોતામાં પ્રગટ કરે તેનો અવતાર સફળ છે. તેણે મહાવીર ભગવાનને ખરેખર
ઓળખ્યા, અને તેણે પોતામાં મહાવીરના વીતરાગર્માગને પ્રસિદ્ધ કર્યો. આ રીતે
મોક્ષમાર્ગની પ્રાપ્તિ તે તેમની ઓળખાણથી થતો મોટામાં મોટો લાભ છે.
પધાર્યા કુંદકુંદ ભગવાન; સાથે આવ્યા અમૃત–પદ્મ મુનિરાજ
અહો, આજે (ફાગણ સુદ અગિયારસે) પરમાગમ
મંદિરમાં કુંદકુંદપ્રભુ આવીને બિરાજ્યા છે. ઉપર શ્રી
મહાવીરપ્રભુ બિરાજી રહ્યા છે, ને તેમના દિવ્યધ્વનિને
શાસ્ત્રરૂપે ગૂંથીને કુંદકુંદપ્રભુ ભવ્ય જીવોને નિજવૈભવની
મહાન ભેટ આપી રહ્યા છે. સાથે કુંદકુંદપ્રભુના બે હાથ જેવા
બે મુનિભગવંતો–અમૃતચંદ્રાચાર્ય અને પદ્મપ્રભમુનિરાજ પણ
પધારીને પરમાગમમંદિરમાં બિરાજ્યા છે.
અહો, ચૈતન્યવૈભવધારી સાધક સંતો! આપને દેખીને
અમને જે અપૂર્વ આનંદસહિત ભક્તિની ઉર્મિઓ જાગે છે તે
તો દિવ્યજ્ઞાનવડે સ્વર્ગમાં બેઠા–બેઠા આપ જાણો જ છો....
તેથી જ અહીં સાક્ષાત્ પધારીને આજ આપ અમને
આશીર્વાદ આપી રહ્યા છો. કહાનગુરુના હૈયામાં આપના
પ્રત્યે જે ઉમળકો ઊઠે છે–તે કોના જેવો છે? જેવી ઊર્મિ
સીમંધરપ્રભુને દેખીને આપને થઈ હતી તેના જેવી ઉર્મિનો
ઉમળકો આજે અમને આપને દેખીને થાય છે.