Atmadharma magazine - Ank 367
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 59 of 69

background image
: ૪૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
મુંબઈ શહેરમાં ૮૫ મી

પૂ. ગુરુદેવની ૮૫ મી જન્મજયંતીનો ઉત્સવ મુંબઈ શહેરમાં મુમુક્ષુઓએ
આનંદથી ઉજવ્યો હતો. ગુરુદેવ મુંબઈમાં ૧૮ દિવસ રહ્યા હતા, ને સવાર–બપોર
પ્રવચનમાં હજારો જિજ્ઞાસુઓ લાભ લેતા હતા. રાત્રે તત્ત્વચર્ચા તથા ભક્તિભજનનો
કાર્યક્રમ રહેતો હતો.
મુંબઈમાં ગુરુદેવ ભાઈશ્રી શાંતિલાલ ચીમનલાલ તથા મધુભાઈ ચીમનલાલને
ત્યાં (નીલામ્બર–મકાનમાં) રહ્યા હતા. હોંગકોંગથી ખાસ આ પ્રસંગનો લાભ લેવા માટે
જ મધુભાઈ તથા પ્રેમીલાબેન આવ્યા હતા. બંને ભાઈઓએ તથા આખા પરિવારે ખૂબ
હોંશ–ઉલ્લાસ અને ભક્તિથી ગુરુદેવની સેવાનો લાભ લીધો હતો, ને પોતાના આંગણે
ગુરુદેવ પધારવાથી તેઓ પોતાને ધન્ય માનતા હતા. મુંબઈમાં ઘાટકોપરની
ભજનમંડળી વગેરે દ્વારા રોજ ભક્તિનો કાર્યક્રમ રહેતો હતો.
વૈશાખ સુદ બીજે વહેલી સવારમાં મંડપમાં મંગલ જન્મવધાઈનો કાર્યક્રમ હતો.
હજારો ભક્તજનોએ શ્રીફળ લઈને આનંદથી ગુરુદેવને અભિનંદ્યા હતા. મંડપનું દ્રશ્ય
સુંદર હતું.
અહા, ચારેકોર જાણે ધર્મના બગીચા ખીલી રહ્યા હોય, એવા સુશોભિત મંડપ
વચ્ચે બિરાજમાન ગુરુદેવ ધર્મના કલ્પવૃક્ષ જેવા શોભતા હતા; ને હજારો ભવ્યજીવોનાં
ટોળાં એ કલ્પવૃક્ષનાં મધુર આનંદફળ ચાખવા આવી રહ્યા હતા. આ ધમાલભરી
મુંબઈનગરીમાં નહીં પણ ચેતનની કોઈ શાંતનગરીમાં બેઠા હોઈએ એવું વાતાવરણ હતું.
વહેલી પરોઢીયે આખું મુંબઈ શાંત હતું–માત્ર ભક્તજનો જાગતા હતા, ને મોટરના
ભૂંગળાને બદલે ગુરુદેવના જયકાર સંભળાતા હતા. એ વખતનું શાંત વાતાવરણ
જગતને કહેતું હતું કે હે જીવો! જીવનની ધમાલમાંથી આત્માની શાંતિ જોઈતી હોય તો
સત્પુરુષ પાસે આવીને જૈનધર્મ સેવો. અનેક ભક્તજનોએ ગુરુમહિમા પ્રગટ કર્યો હતો,
તથા મુંબઈના મુમુક્ષુમંડળો તરફથી અભિનંદનપત્ર આપવામાં આવ્યું હતું, ને હજારો
મુમુક્ષુઓ તરફથી ૮૫ ની રકમો જાહેર કરવામાં આવી હતી.
મુંબઈનગરીમાં આનંદ–ઉલ્લાસપૂર્વક જન્મોત્સવ ઉજવાયા બાદ બીજે દિવસે
ગુરુદેવ મુંબઈથી ભાવનગર થઈને સોનગઢ પધાર્યા.