Atmadharma magazine - Ank 367
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 60 of 69

background image
: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૪૫ :
સોનગઢસન્મુખ દોડી રહેલી મોટરમાં બેઠાબેઠા દૂરથી પરમાગમ મંદિરના ત્રણ
ઉજ્વળ શિખર ઉપર ફરકી રહેલા ધ્વજ રત્નત્રયમાર્ગની સુંદર પ્રેરણા આપતા હતા,
બસ, હવે સંસારથી છૂટીને જાણે રત્નત્રયના સ્વધામમાં આવ્યા એવા સંતુષ્ટભાવની
ઉર્મિઓ ગુરુદેવના મુખ પર ઝળકતી હતી. ગુરુદેવ પધારતાં સુવર્ણધામ પુન: શોભી
ઉઠયું, સર્વત્ર નવચેતના આવી ગઈ. પ્રવચનમાં શાંતરસ ઝરી રહ્યો છે ને ગુરુદેવ
વારંવાર કહે છે કે અહીં તો હવે શાંતિથી સ્વાધ્યાયનો કાળ છે! અહા, અત્યારે આત્માને
સાધી લેવાનો અવસર છે.
* * * * *
શ્યામદાસ નામના એક હરિજનભાઈ (જેઓ હરિજનોના ગુરુ છે ને ઉમરાળાના
છે) તેઓ પૂ. ગુરુદેવ પ્રત્યે ભક્તિ ધરાવે છે, તથા પોતાના હજારો ભક્તોમાં ગુરુદેવે
બતાવેલા તત્ત્વનો અને સાચા દેવ–ગુરુ–ધર્મનો પ્રચાર કરવા પ્રયત્ન કરે છે, માંસભક્ષણ
તેમજ રાત્રિભોજન અને કંદમૂળ વગેરે પાપો છોડાવે છે; તેમણે ‘આત્મધર્મ–પ્રચારક
મંડળ’ સ્થાપ્યું છે, મુંબઈમાં પણ તેમના ભક્તો રહે છે. ગુરુદેવ મુંબઈ પધાર્યા ત્યારે
વૈશાખ સુદ બીજે તે મંડળ તરફથી પણ ગુરુદેવને અભિનંદન–પત્ર આપવામાં આવ્યું
હતું. તેમાં લખે છે–
નિતનિત ગુરુતણા જશ ગાય, સાચા દેવ–ગુરુ–શાસ્ત્રો દરશાય;
હે ગુરુજી! વીતરાગી તમારું વિજ્ઞાન, ગુરુમહિમા ગાયો રે;
એવો અનંત ચોવીસીનો રાહ વિશ્રામ પોતામાં પાયો રે.
* * * * *
વિવિધ સમાચાર અને સૂચનાઓ
વર્દ્ધમાન તીર્થંકરની વિહારભૂમિ વઢવાણ શહેરમાં વીરપ્રભુના ૨પ૦૦મા નિર્વાણ–
મહોત્સવના વર્ષમાં નૂતન ભવ્ય જિનમંદિર બંધાવાની તૈયારીઓ ચાલે છે; આ
માટે સુંદર જગ્યા લેવાઈ ગઈ છે, ને શેઠશ્રી તલકશીભાઈના સુપુત્રો, શેઠશ્રી
પોપટલાલભાઈ વોરા, ચીમનભાઈ ઘડિયાળી, ગીરધરભાઈ શાહ વગેરે ભાઈઓ
આ કાર્યમાં ઉત્સાહથી રસ લઈ રહ્યા છે. જિનમંદિરનું શિલાન્યાસ તુરતમાં
થવાની આશા છે.