: ૪૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
હાલમાં ટ્રેઈન તેમજ ટપાલ વ્યવહારમાં અનિયમિતતા ચાલતી હોવાથી
આત્મધર્મ કદાચ મોડું મળવા સંભવ છે. સોનગઢમાં તો આત્મધર્મ છપાઈને
નિયમિત દશમી તારીખે તૈયાર થઈને, પોસ્ટ કરવામાં આવશે.
આત્મધર્મ વાંચીને આપને જાગતી ભાવનાઓ, આપની જિજ્ઞાસાઓ, આપના
પ્રશ્નો, સંપાદકને લખી મોકલશો, તો “વાંચકો સાથેની વાતચીત” ના વિભાગમાં
તેનો યોગ્ય ઉપયોગ થશે. વધુ ને વધુ વાંચકો ભાગ લઈને આ વિભાગને
વિકસાવે–એવી આશા રાખીએ.
ગઢડાશહેરમાં નુતન જિનમંદિર તૈયાર થયું છે, તેમાં જિનેન્દ્રદેવની વેદીપ્રતિષ્ઠા
વૈશાખ વદ બીજના રોજ થઈ છે. આ ઉત્સવપ્રસંગે પૂ. ગુરુદેવ ચાર દિવસ
ગઢડાશહેર પધાર્યા હતા. પારસનાથ ભગવાનની પ્રતિષ્ઠા ગુરુદેવના મંગલહસ્તે
નાઈરોબીના શ્રી જેઠાલાલભાઈ દેવરાજભાઈએ કરાવી હતી. ગુરુદેવના
વડવાઓ ગઢડામાં રહેતા હતા, ને તે તેમના મોસાળનું ગામ છે. ઈન્દ્રપ્રતિષ્ઠા,
યાગમંડલપૂજન, રથયાત્રા વગેરે વિધિઓ આનંદપૂર્વક થઈ હતી. પૂ. ગુરુદેવ
વૈશાખ વદ ત્રીજે પુન: સોનગઢ પધાર્યા છે, ને હવે સોનગઢમાં જ રહેવાના છે.
પરિસ્થિતિઅનુસાર આ વખતે ઉનાળાનો શિક્ષણવર્ગ ચાલવાનો નથી.
સોનગઢમાં પાણી વગેરેની કોઈ મુશ્કેલી નથી.
સૂચના: મરણ સંબંધી સમાચારો આત્મધર્મમાં છાપવાનું હવેથી બંધ કરવામાં
આવ્યું છે; એટલે તેવા સમાચારો આત્મધર્મમાં છાપવા માટે ન મોકલવા સૌ
નોંધ લેશોજી.
શ્રી સોનગઢ જૈનવિદ્યાર્થીગૃહમાં (ધોરણ પાંચથી મેટ્રિક સુધી) કોઈપણ જૈન
ફિરકાના જે વિદ્યાર્થીઓને દાખલ થવા ઈચ્છા હોય તેમણે તે માટેનું ‘પ્રવેશફોર્મ’
અને નિયમો ૦–૨૫ પૈસાની ટિકિટ મોકલીને તા. ૨૫–૫–૭૪ સુધીમાં મંગાવી
લેવું, અને છમાસીક પરીક્ષાના માર્ક સાથે તા. ૩૦–૫–૭૪ સુધીમાં (જૈન
વિદ્યાર્થીગૃહ, સોનગઢ) ને મોકલી આપવું. પૂરી ફી ના માસિક રૂા. ૬૦–૦૦ અને
ઓછી ફીના રૂા. ૩૫–૦૦ છે.
હે મુમુક્ષુ! ખેદ છોડ....પ્રસન્નતાથી આત્માને સાધ!
હે મુમુક્ષુ! જીવનમાં તું ખેદખિન્ન થઈને જીવીશ નહિ, આનંદમય જીવન જીવજે.
તારા જીવનને આનંદમય બનાવવા જ સંતોનો ઉપદેશ છે. અહા, આવા