Atmadharma magazine - Ank 367
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 62 of 69

background image
: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૪૭ :
આનંદ સાધવાના અવસરમાં ખેદ શો? મુમુક્ષુને તો નિજાનંદની પ્રાપ્તિના અવસરમાં
પરમ ઉત્સાહ હોય.
અરે મુમુક્ષુ! તને વળી ખેદ શેનો? જગતમાં એવું તે શું દુઃખ છે કે તારે ખેદ
કરવો પડે? તારે તો અત્યારે આત્માને સાધવાનો મહા આનંદપ્રસંગ છે....તો પ્રસન્નચિત્તે
આત્માને સાધવામાં લાગી જા. ખેદ છોડ! જો તો ખરો, તને કેવા સરસ દેવ–ગુરુ મળ્‌યા
છે? કેવો સરસ માર્ગ મળ્‌યો છે! કેવા સાધર્મી મળ્‌યા છે! ને અંદર કેવો મજાનો સુંદર
આત્મા બિરાજી રહ્યો છે! જગતમાં આવો સરસ યોગ મળ્‌યો, પછી હવે ખેદ કરવાનું
ક્્યાં રહે છે? ખેદની ટેવ છોડ....ને મહાન ઉલ્લાસથી, શાંતભાવે તારા આનંદધામમાં
જો...તારું જીવન અપૂર્વ ચેતનવંતુ બની જશે.
જૈનધર્મની મૂળ વસ્તુ–સર્વજ્ઞ
ગુરુદેવ ઘણીવાર કહે છે કે “ શ્રુતજ્ઞાનીના હૃદયમાં સર્વજ્ઞ–તીર્થંકર બિરાજે છે–એ
વાત ઘણા વર્ષ પહેલાંં સાંભળેલી ત્યારે મને ખૂબ ગમેલી.” ગુરુદેવને પહેલેથી સર્વજ્ઞતા
ઉપર જોર ઘણું; ત્યારે એમનાથી વિરુદ્ધ વિચારવાળાને સર્વજ્ઞની પ્રતીતમાં જ વાંધા.
દીક્ષા પછી થોડા જ કાળમાં આ સંબંધી મતભેદ થવા લાગ્યા. ગુરુદેવ ભારપૂર્વક કહે છે કે
જેણે સર્વજ્ઞનો નિર્ણય કર્યો છે તેના અનંતભવ સર્વજ્ઞે દીઠા જ નથી, કેમકે એના હૃદયમાં
તો સર્વજ્ઞ બેઠા છે. જેના હૃદયમાં સર્વજ્ઞ બેઠા તેને અનંતભવ હોય નહિ. જ્ઞાનસ્વભાવના
નિર્ણયપૂર્વક સર્વજ્ઞનો સાચો નિર્ણય થાય છે. સર્વજ્ઞના નિર્ણય વગર ભગવાનના
માર્ગનો નિર્ણય થાય નહિ, ભગવાનની વાણીનો (શાસ્ત્રનો) નિર્ણય થાય નહિ. એક્કેય
તત્ત્વનો નિર્ણય સર્વજ્ઞના નિર્ણય વગર થાય નહિ. સર્વજ્ઞનો નિર્ણય કરતાં
જ્ઞાનસ્વભાવમાં બુદ્ધિ ઘૂસી જાય છે, ત્યારે માર્ગ હાથ આવે છે. જૈનશાસનની આ
મૂળભૂત વસ્તુ છે. જુઓને, સમયસારમાં વક્તા અને શ્રોતા બંનેના આત્મામાં
સર્વજ્ઞસ્વભાવી સિદ્ધને સ્થાપીને જ અપૂર્વ શરૂઆત કરી છે. આત્મામાં સિદ્ધને સ્થાપતાં
સાધકભાવ શરૂ થઈ જાય છે.
એક બાળકની મુંઝવણ
એકવાર એક બાળકે આવીને ગુરુદેવને પૂછયું –
ગુરુદેવ! આપ ધોળા ને હું કાળો–એમ કેમ?
ગુરુદેવ કહે–ભાઈ, આત્મા ક્્યાં કાળો કે ધોળો છે? હું જીવ ને તું પણ