: ૪૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
જીવ, આપણે બંને સરખા; બસ! કાળું કે ધોળું તો શરીર છે, આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે.
ને ‘હું કાળો નથી,’ હું તો ગુરુદેવ જેવો જીવ છું’ એમ જાણીને બાળક ખુશી થયો.
• મોટી હૂંડી વટાવવાની દુકાન •
સં. ૧૯૮૯ માં ચેલાગામે માગસર સુદ દશમે ગુરુદેવને એક સ્વપ્ન આવ્યું.
ગુરુદેવ તે વખતે સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા. સ્વપ્નમાં મોટી રકમની એક હૂંડી મળી
હતી, પણ તે હુંડી સાથે સ્વપ્નમાં એમ પણ આવ્યું કે અહીં આ દુકાને (એટલે કે જે
સંપ્રદાયમાં તમે છો! તે સંપ્રદાયમાં) આ હુંડી વટાવી શકાય તેમ નથી, આ હૂંડી વટાવવા
બીજી દૂકાન (શાહૂકારની એટલે કે વીતરાગમાર્ગી સન્તોની) શોધવી પડશે.–આવું
સ્વપ્ન આવેલું. (અને પછી તરત–સં. ૧૯૯૧ માં ગુરુદેવે બીજી દુકાન શોધી કાઢી, ને
ત્યાં હુંડી વટાવીને તત્ત્વની મૂળ રકમ પ્રાપ્ત કરી.)
• ધર્મીનું સાચું જીવન •
ધર્મના પ્રાણ અને ધર્મનું જીવન સ્વાનુભૂતિ છે.
સ્વાનુભૂતિ એ ધર્માત્માનું ખરું જીવન છે.
સ્વાનુભૂતિને જાણ્યા વગર ધર્માત્માનું જીવન ઓળખી શકાય નહિ.
• સ્વસન્મુખ પરિણતિ •
ભાઈ, પરસન્મુખ પરિણતિથી તું અનંત કાળ રખડયો ને દુઃખી થયો. પરમ
સુખથી ભરેલું એવું આત્મસ્વરૂપ, તેમાં સ્વસન્મુખ પરિણતિ કર તો તને પરમ સુખ
થાય, ને તારું દુઃખ તથા ભવ–ભ્રમણ ટળે. સ્વસન્મુખ પરિણતિ વડે સ્વઘરમાં આવ ને
આનંદિત થા.
• તું આગે બઢે જા •
આત્મવિશ્વાસ અને દ્રઢતાપૂર્વક તું તારા હિતમાર્ગમાં આગળ વધ્યે જા. ગમે તેવા
પ્રસંગે ધૈર્ય અને વૈરાગ્યનું બળ ટકાવી રાખજે. ધૈર્ય રાખીશ તો માર્ગ શોધવામાં તારી
બુદ્ધિ પણ તને સાથ આપશે. આફતથી ગભરા નહિ, ધૈર્યપૂર્વક તારા હિતમાર્ગમાં આગે
બઢ. વીતરાગી સંતો તારી સાથે, તારા માર્ગદર્શક છે.