તીર્થંકરો–ગણધરો–ચક્રવર્તીઓ વગેરે પુરાણ પુરુષોનું પાવન જીવનચરિત્ર અને
તેઓએ પૂર્વભવોમાં કરેલી આત્મસાધના, શાસ્ત્રોમાં એનું વર્ણન વાંચતાં પણ
મુમુક્ષુને કેવો આહ્લાદ થાય છે!!–તો એવા આત્મસાધનાવંત જીવોનું જીવન પ્રત્યક્ષ
જોવા મળે,–એટલું જ નહિ–એમના સહવાસમાં નિરંતર સાથે ને સાથે રહેવાનું બને,
–એ પ્રસંગે મુમુક્ષુના આહ્લાદની શી વાત! હે ગુરુદેવ! આપના પ્રતાપે અમને એવો
અમને આરાધનાનો જ સોનેરી અવસર મળ્યો છે. આપના ચરણમાં આરાધના પ્રાપ્ત
કરીને અમારું જીવન ઉજ્વળ કરીએ ને એ રીતે આપનો મંગળ–જન્મોત્સવ ઉજવીએ
–એવી ભાવનાપૂર્વક આપને નમસ્કાર કરીએ છીએ.