ઘણા સાધર્મીઓનો એવો વિચાર છે કે, જ્યારે એક અખિલ ભારતીય દિ. જૈન
તીર્થરક્ષા કમિટિ કામ કરી જ રહી છે ત્યારે તેની અંતર્ગત રહીને કાર્ય થાય તે
વધુ સારૂં છે. આપણા સમસ્ત દિ. જૈનસમાજના તીર્થો એક જ છે–તો તેની રક્ષા
માટેનું ફંડ પણ એક જ હોય–તે ઈચ્છનીય છે. હા, તે તીર્થક્ષેત્ર કમિટિમાં
આપણા સૌરાષ્ટ્ર–ગુજરાતના સભ્યો પણ ભાગ લ્યે તે ઈષ્ટ છે. સૌરાષ્ટ્રમાં
સૌથી પ્રથમ ગીરનાર તીર્થક્ષેત્ર ઉપર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.
નેમપ્રભુના મોક્ષની પાંચમી ટૂંક તથા પ્રભુના દીક્ષા અને કેવળજ્ઞાનનું ધામ
સહસ્ર–આમ્રવન ધીમે ધીમે જૈનોના હાથમાંથી સાવ સરકી ન જાય તે માટે
જરૂરી છે. – સં.)