પરમાગમ–મંદિરની ભવ્યતાને
શોભાવે એવા વીરનાથ
વીતરાગતાની લહેર ઊઠે છે.
જેમ, અંદર દ્રષ્ટિ કરીને
શુદ્ધાત્માને જાણે ત્યારે જ
પરમાગમની ગંભીરતાનો સાચો
ખ્યાલ આવે છે તેમ, અંદર
આવીને જ્યારે તમે આ
વીતરાગતાના પિંડ મહાવીર–
પરમાત્માને જુઓ ત્યારે જ
ભવ્યતાનો ખરો ખ્યાલ આવે છે.
અહા! પરમાગમમાં પ્રભુસન્મુખ
બેઠા છીએ ત્યારે ચારેકોર
પરમાગમોમાંથી વીતરાગરસની
મધુરી લહેરીઓ ઉલ્લસી રહી
છે....ને દિવ્યધ્વનિના પડઘા
સંભળાઈ રહ્યા છે આવો.....
સન્મુખ બેસો....ને ચૈતન્યની
ગંભીર શાંતિનો સ્વાદ ચાખો.