: જેઠ : રપ૦૦ આત્મધર્મ : ૭ :
સમ્યક્ત્વનાં પરમગુણ જાણીને તેની આરાધના કર.
મિથ્યાત્વનાં મહાદોષ જાણીને તેનું સેવન છોડ.
(વીર સં. ૨૫૦૦ વૈશાખ વદ છઠ્ઠના પ્રવચનમાંથી)
[મોક્ષપ્રાભૃત ગાથા: ૯૬–૯૭ તથા કલશટીકા: કળશ ૩૨]
આજે સોનગઢના સમવસરણમાં ભગવાનની પ્રતિષ્ઠાનો મંગલદિવસ છે.
સમવસરણમાં ભગવાને શું કહ્યું–તે વાત કુંદકુંદાચાર્યદેવ બતાવે છે. આચાર્યદેવે,
આત્માની પ્રતીતિરૂપ સમ્યક્ત્વથી થતું મહાન અતીન્દ્રિય સુખ બતાવ્યું, અને મિથ્યાત્વના
સેવનથી થતું ભવભ્રમણનું મહાન દુઃખ પણ બતાવ્યું; સમ્યક્ત્વ અને મિથ્યાત્વનું આવું
ફળ જાણીને, હવે એવો કોણ હોય કે જે મિથ્યાત્વને છોડીને સમ્યક્ત્વનું ગ્રહણ તરત જ
ન કરે? ઝેર અને અમૃત બંનેનો તફાવત જાણીને એવો કોણ હોય કે જે અમૃતને ન
પીએ! ને ઝેરને તરત જ ન છોડે! તેમ સમ્યક્ત્વ–સેવનના અનંતગુણો કહ્યા અને
મિથ્યાત્વથી થતા અનેક દોષો બતાવ્યા, તે સમ્યક્વના મહાનગુણોને અને મિથ્યાત્વના
મહાન દોષોને જે જાણે છે તે તરત જ મિથ્યાત્વનું સેવન છોડે છે ને સમ્યક્ત્વની
આરાધના કરે છે.
હે ભવ્ય! સમ્યક્ત્વનાં ગુણો અને મિથ્યાત્વનાં દોષો–એ બંનેનું સ્વરૂપ અમે
બતાવ્યું, તે વિચારીને હવે તું જે રૂચે તે કર.–અમે વિશેષ શું કહીએ! ‘જે રૂચે તે કર ’
એટલે કાંઈ મિથ્યાત્વ રુચે તો મિથ્યાત્વ કર–એવો તેનો ભાવ નથી; પણ આચાર્યદેવને
ખાતરી છે કે, સમ્યક્ત્વના આવા ગુણો અમે બતાવ્યા અને મિથ્યાત્વના આવા દોષો
બતાવ્યા,–તે ગુણ–દોષોને જે જાણે તેને મિથ્યાત્વભાવ સ્વપ્ને પણ રુચે જ નહિ, ને
સમ્યક્ત્વનું સેવન જ રુચે; એટલે તે તો આ ગુણ–દોષોને જાણતાં વેંત જ મિથ્યાત્વનું
સેવન છોડીને, સમ્યક્ત્વનું આરાધન કરશે. ગુણ–દોષ જેણે જાણ્યા, તેને કહેવું નહિ પડે
કે તું દોષ છોડ ને ગુણની રુચિ કર! સમ્યક્ત્વાદિ ગુણની રુચિ કરે ને મિથ્યાત્વાદિ
દોષની રુચિ છોડે, તેણે જ ખરેખર ગુણ–દોષને જાણ્યા છે.
અરે જીવ! મિથ્યાભાવના સેવનથી તું કેવો દુઃખી થયો–તે જાણીને હવે તો તેનું
સેવન છોડ...સ્વપ્ને પણ તેનું સેવન ન કર. અને સર્વપ્રકારે સમ્યક્ત્વનો અપાર