: ૮ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૦
મહિમા જાણીને તેને ભજ....સ્વપ્ને પણ તેમાં દોષ ન લગાડ. અધિક શું કહીએ?
જિનેન્દ્રદેવે સમવસરણમાં જે ઉપદેશ દીધો તેનો સાર આ જ છે કે સમ્યક્ત્વાદિની
આરાધના કર, ને મિથ્યાત્વનું સેવન સર્વ પ્રકારે છોડ.
આજે (વૈશાખવદ છઠ્ઠે) સોનગઢના સમવસરણમાં સીમંધરભગવાનની
પ્રતિષ્ઠાનો દિવસ છે; સમવસરણમાં ભગવાને શું ઉપદેશ દીધો તેની આ વાત છે. જેણે
સમ્યક્ત્વની આરાધના કરી તેણે દિવ્યધ્વનિનો સર્વ સાર જાણી લીધો.
અહો, ચૈતન્યતત્ત્વ શાંત–સમભાવરૂપ છે; તેની શાંતિનો સ્વાદ જેણે ચાખ્યો નથી,
શાંતસ્વરૂપ આત્માને જેણે જાણ્યો નથી, ને બહારમાં દિગંબર–મુનિદશા ધારણ કરીને
નિર્ગ્રંથપણે વર્તે છે તો તેથી તેને શું સાધ્ય છે? ચૈતન્યની શાંતિ તો મળી નહિ–તો તેનાં
વ્રતાદિ શું કામના છે? બહારનો પરિગ્રહ છોડ્યો પણ અંદર મિથ્યાત્વને ન છોડ્યું,
શુભરાગ કર્યો પણ વીતરાગી શાંતિનો સ્વાદ ન ચાખ્યો–તો તે જીવને બાહ્ય ત્યાગથી કે
શુભરાગથી શું લાભ થયો? ઉલ્ટું તેનાથી લાભ માનીને તે જિનમાર્ગનો વિરાધક થયો.
બાપુ! મિથ્યાત્વરૂપી ઝેરનું સેવન તારા જ્ઞાન–ચારિત્રને પણ ઝેરરૂપ બનાવી દેશે,–માટે
એવા મિથ્યાત્વરૂપી ઝેરને તું દૂરથી જ છોડ; ને સમ્યકત્વરૂપી અમૃતનું તું શીઘ્ર પાન કર.
સમ્યક્ત્વ થતાં અનંતગુણોની શુદ્ધતા સ્વયમેવ પ્રગટે છે. આવા સમ્યક્ત્વની આરાધના
કરનાર જીવને ભવસમુદ્રનો કાંઠો આવી ગયો છે, તે ધન્ય છે, કૃતકૃત્ય છે, શૂરવીર છે,
પંડિત છે, તેનું મનુષ્યપણું સફળ છે,–તે મોક્ષના માર્ગમાં છે.–આમ કહીને કુંદકુંદસ્વામીએ
પણ સમ્યગ્દ્રષ્ટિની પ્રશંસા કરી છે.
માટે હે ભવ્યજીવો! પરમભક્તિપૂર્વક તમે સમ્યક્ત્વની
આરાધના કરો...ને મિથ્યાત્વને હવે તો છોડો.
બધાય જીવો આત્માનો અનુભવ કરો ને!
ચૈતન્યસમુદ્ર આનંદમય શાંતરસથી ઊછળી રહ્યો છે.
સમયસાર કળશ ૩રમાં આત્માનો અનુભવ કરવાનું ને તેના શાંતરસમાં મગ્ન
થવાનું કહે છે–હે જીવો! આ ચૈતન્યસમુદ્ર ભગવાન આત્મા પોતાના શાંતરસથી