જ્ઞાનસમુદ્રમાં લીન થાઓ.
આત્માના આવા શાંતરસનો અનુભવ થયો છે, આત્માનું અતીન્દ્રિયસુખ અનુભવમાં
આવ્યું છે, તે ધર્મી જીવ પ્રમોદથી ભાવના કરે છે કે અહો! જગતના બધાય જીવો આવા
સુખનો અનુભવ કરો ને! આત્માના શાંતરસમાં બધાય જીવો મગ્ન થાઓને!
જે અનુભવ થયો છે તેના મલાવા કરે છે. એક માત્ર મોહરૂપી પડદો આડો છે તેને
ભેદજ્ઞાન વડે દૂર કરતાં જ મહા ચૈતન્યસમુદ્ર આનંદમય શાંતરસથી ઊછળી રહ્યો છે–તે
સાક્ષાત્ અનુભવાય છે. હે જીવો! તમે બધા આવો અનુભવ કરો ને!
ભરેલું છે એવા શાંતરસનો અનુભવ કરો. અહા, સમ્યક્ત્વ થતાં જે અપૂર્વ શાંતિ થાય છે
તેમાં પરમ અતીન્દ્રિયસુખની ગંભીરતા ભરી છે, અનંતગુણની શાંતિનો રસ તેમાં વેદાય
છે. ભગવાન આત્મા પોતે પ્રગટ થઈને આવા શાંતરસરૂપ પરિણમ્યો. આ શાંતરસ
ત્રણલોકમાં સર્વોત્કૃષ્ટ છે. જીવનું આવું શુદ્ધસ્વરૂપ અમે બતાવ્યું, ઘણા પ્રકારે યુક્તિથી
તેમજ અનુભવથી બતાવ્યું; તો તે જાણીને બધા જીવો તેવો અનુભવ કરો...અનુભવનો
આ અવસર છે, માટે આજે જ અનુભવ કરો.
આ શાંતરસમાં આવ ને! અરે જીવ! હજી ક્્યાંસુધી અપ્રતિબુદ્ધ રહેવું છે! હવે તો
પ્રતિબુદ્ધ થા, ને આત્મામાં સન્મુખ થઈને શાંતરસનું પાન કર! તારી અશાંતિ મટી જશે,
ને અતીન્દ્રિયસુખથી ભરેલી શાંતિનો દરિયો તારામાં ઉછળશે. સમ્યગ્દર્શન થતાં જ આવી
અપૂર્વ શાંતિનો તને અનુભવ થશે. તો જગતની સામે જોવાનું છોડ, ને સ્વસન્મુખ થઈને
આવા શાંતરસનો અનુભવ કર.