Atmadharma magazine - Ank 368
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 37

background image
: જેઠ : ૨૫૦૦ આત્મધર્મ : ૧૧ :
ધર્મીને મજા છે
ભાઈ, ધર્મીને તો મજા જ હોય ને! પણ તે મજા શેની છે?
કાંઈ રાગની કે પુણ્યની એ મજા નથી, એ મજા તો ચૈતન્યના
અનુભવના આનંદની છે. તે અનુભવમાં દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદ
નથી. એક સત્ત્વમાં દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદ પાડવા તે વ્યવહાર છે;
અને અભેદરૂપ એક શુદ્ધ સત્ત્વની અનુભૂતિ તે પરમાર્થ છે. આત્મા
પરથી જુદો છે, પણ પોતાના ગુણ–પર્યાયથી જુદો આત્મા નથી.
(સમયસાર–કલશ ૪૮–૪૯)
સમ્યગ્દર્શન થતાં જીવ પોતે પોતાની મેળે શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ થયો; તે
આનંદમય અનુભવમાં પોતાના સ્વરૂપ સિવાય કોઈની અપેક્ષા નથી; રાગનું કે
ગુરુઉપદેશનું અવલંબન સ્વરૂપના અનુભવમાં નથી. રાગને કાળે ઉપદેશાદિનું આલંબન
હોય પણ શુદ્ધસ્વરૂપની અનુભૂતિમાં તે નથી. આવી અનુભૂતિથી ધર્મીનો આત્મા શોભે છે.
આવા અનુભવશીલ ધર્માત્મા શુભ–અશુભ સર્વ પ્રસંગે, જ્ઞાનને ભિન્ન રાખીને ચૈતન્યની
શાંતિને વેદે છે. રાગના વેદનને દુઃખરૂપ જાણે છે ને ચૈતન્યના શાંતરસને વેદે છે.
કોઈ કહે–ધર્મીને તો ભારે મજા! રાગ પણ કરે ને ધર્મ પણ થાય!
–ભાઈ, ધર્મીની દશા ઊંડી છે; ધર્મીને તો મજા જ હોય ને!–પણ એ મજા કાંઈ
રાગની કે પુણ્યની નથી, એ મજા તો ચૈતન્યના અનુભવના આનંદની છે. પણ એવો
અનુભવ કોઈ વિરલા ધર્માત્મા કરે છે. અજ્ઞાની રાગમાં ને વિષયોમાં મજા માને છે, તે
સાચી મજા નથી, તે તો દુઃખ છે.
અહા, આ સર્વજ્ઞસ્વભાવી, રાગ વગરનું ચૈતન્યતત્ત્વ, તેમાં કલેશ કેવો? ને દુઃખ
કેવું? ચૈતન્યતત્ત્વ પોતે સુખરૂપ છે, તેથી તેની અનુભૂતિ થતાં આત્મા પોતે સુખરૂપ થઈ
જાય છે, તેને દુઃખ રહેતું નથી. સુખસ્વભાવી વસ્તુ–તેમાં તન્મયતાથી તો