પર્યાયમાં જેટલું દુઃખ છે તેટલું પરનું અવલંબન છે. પણ તે જ વખતે સુખની ધારા
સ્વભાવના અવલંબને ધર્મીને ચાલુ છે. બંને ભાવને ધર્મી જેમ છે તેમ જાણે છે.
એક સત્ત્વપણું હોય છે; દ્રવ્ય–ગુણ–પર્યાય એ ત્રણેને એક સત્ત્વપણું છે; એક સત્ત્વમાં ભેદ
પાડીને પરસ્પર વ્યાપ્ય–વ્યાપકપણું કહેવામાં આવે છે–તેટલો વ્યવહાર લીધો, પણ
રાગાદિ સાથે શુદ્ધવસ્તુને વ્યાપ્ય–વ્યાપકતા ભૂતાર્થદ્રષ્ટિમાં નથી. શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાય
ત્રણે ચેતનભાવરૂપ જ્ઞાતા–દ્રષ્ટા છે, તેમાં આત્માને વ્યાપ્ય–વ્યાપકતા છે, એક અભેદ
સત્ત્વમાં આટલો ભેદ પાડવો તે પણ વ્યવહાર છે; ત્યાં રાગાદિના કર્તૃત્વરૂપ અશુદ્ધતાની
વાત તો ક્્યાં રહી? રાગના કર્તૃત્વરહિત થયેલા એવા શુદ્ધચેતનાભાવમાં સ્થિતપણે
આવી અનુભૂતિવડે જ્ઞાની થતાં જીવને મિથ્યાત્વાદિ પરભાવોનું કર્તૃત્વ છૂટી જાય છે.
સમ્યક્ત્વસૂર્ય ઊગ્યો ત્યાં મિથ્યાત્વ અધંકાર મટયો.
એક અભેદ શુદ્ધવસ્તુ અનુભવમાં નથી આવતી પણ વિકલ્પ થાય છે, માટે તે અભૂતાર્થ
છે. સોનામાં મેલ તે તો જુદો, પણ એક સોનામાં પીળાશ–વજન વગેરે ભેદ કહેવા તે
વ્યવહાર, ને પીળાશ વગેરેનું સત્ત્વ સોનાથી જુદું પડતું નથી, પણ એક સત્ત્વ છે, એટલે
તેનો ભેદ ન પાડતાં–સોનું તે સોનું જ છે–એ ભૂતાર્થ છે. તેમ ચૈતન્યવસ્તુ એક આત્મા,
એક ચૈતન્યવસ્તુમાં દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદ કહેવા તે વ્યવહાર; અને દ્રવ્ય–ગુણ–
પર્યાયનું સત્ત્વ એક શુદ્ધ ચેતનવસ્તુથી જુદું નથી પણ એક સત્ત્વ છે, એટલે તેનો ભેદ ન
પાડતાં ‘જ્ઞાયક તે જ્ઞાયક’ એવો અભેદમાત્ર અનુભવ તે ભૂતાર્થ છે, તે નિશ્ચયદ્રષ્ટિ છે,
તે સમ્યગ્દ્રષ્ટિનો વિષય છે; આમ વસ્તુસ્વરૂપ વિચારતાં ભેદજ્ઞાન થાય છે, ને ભેદ–
વિકલ્પો છૂટીને ચેતનવસ્તુનો સાક્ષાત્ અનુભવ જેમ