Atmadharma magazine - Ank 368
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 37

background image
: જેઠ : ૨૫૦૦ આત્મધર્મ : ૧૩ :
છે તેમ થાય છે. આનાથી વિપરીત વસ્તુસ્વરૂપ વિચારે તેને કદી ભેદજ્ઞાન કે
આત્મઅનુભવ થાય નહિ.
જુઓ, સરસ ખુલાસો કર્યો છે–જે વિચારતાં ભેદજ્ઞાન થાય છે: ‘સમસ્ત ગુણરૂપ
અને પર્યાયરૂપ ભેદ–વિકલ્પો તથા એક દ્રવ્યરૂપ વસ્તુ, તે એક સત્ત્વરૂપ વસ્તુમાં હોય છે.
ભાવાર્થ આમ છે કે જેમ સુવર્ણ પીળું–ભારે–ચીકણું એમ કહેવા માટે છે, પરંતુ એક સત્ત્વ
છે. તેમ જીવદ્રવ્ય જ્ઞાતા–દ્રષ્ટા એમ ભેદ કહેવા માટે છે, પરંતુ એક સત્ત્વ છે. એ પ્રમાણે
એક સત્ત્વમાં વ્યાપ્ય–વ્યાપકતા હોય છે; અર્થાત્ ભેદ કરવામાં આવે તો વ્યાપ્ય–
વ્યાપકતા કહેવામાં આવે છે, પણ અભેદ વસ્તુના અનુભવમાં ‘આ વ્યાપ્ય ને આ
વ્યાપક’ એવા ભેદ રહેતા નથી; ચૈતન્યવસ્તુમાત્ર એક સત્ત્વ અનુભવાય છે. પોતામાં
આ દ્રવ્ય–કર્તા ને આ શુદ્ધપર્યાય તેનું કર્મ,–એવો ભેદ પાડવો તે વ્યવહાર છે, પણ પર
સાથે તો વ્યવહારથીયે કર્તાકર્મપણું નથી. બસ, શુદ્ધવસ્તુમાં અભેદમાં ભેદ ઉપજાવવો
તેટલો વ્યવહાર અહીં લીધો, તે સિવાય અશુદ્ધતા કે કર્મ સાથે તો શુદ્ધતત્ત્વને કાંઈ સંબંધ
ન લીધો, તેનાથી તો ભિન્નતા જ છે. શુદ્ધચેતનભાવને રાગાદિ સાથે કર્તાકર્મપણું કે
વ્યાપ્ય–વ્યાપકપણું નથી, એની તો જાત જ જુદી છે, તેથી તેનું સત્ત્વ જ જુદું ગણ્યું. શુદ્ધ
ચૈતન્યસત્ત્વના અનુભવમાં તે રાગાદિનો અભાવ જ છે. આવા પોતાના શુદ્ધસત્ત્વનો
અનુભવ કરતાં ભવના અંત આવે છે, ને અતીન્દ્રિય ચૈતન્યશાંતિ અનુભવાય છે.
એક ચૈતન્યવસ્તુમાં દ્રવ્ય–પર્યાયના ભેદ પાડીને, આ કર્તા–આ કર્મ એવા ભેદ
કરવામાં આવે તો વ્યવહારથી થાય છે, ને ભેદ ન કરવામાં આવે તો નથી થતા, એટલે
કે અભેદ વસ્તુમાત્ર અનુભવાય છે, તે નિશ્ચય છે. એક વસ્તુમાં તેના દ્રવ્ય–પર્યાયના ભેદ
પાડીને તેમાં વ્યાપ્ય–વ્યાપકપણું કહી શકાય, પણ અન્ય વસ્તુને અન્ય વસ્તુ સાથે તો
કોઈ રીતે વ્યાપ્ય–વ્યાપકતા કહી શકાતી નથી, કેમ કે બંને સત્ત્વ જ જુદા છે. એ જ રીતે
ચૈતન્યભાવને રાગભાવ સાથે વ્યાપ્ય–વ્યાપકભાવ નથી, એટલે કર્તા–કર્મપણું પણ નથી,
બંનેની જાત જુદી છે. તેથી સત્ત્વ જુદા છે. આ પ્રમાણે ભેદજ્ઞાન વડે ધર્મીજીવ વિકાર
અને પરદ્રવ્યોથી શુદ્ધ ચૈતન્યવસ્તુને જુદી અનુભવે છે; ને અભેદના અનુભવ ટાણે દ્રવ્ય–
પર્યાયના ભેદનો વિચાર પણ રહેતો નથી. આવો અનુભવ કરનાર ધર્માત્મા, રાગાદિના
કર્તૃત્વથી રહિત થયો થકો મોક્ષમાર્ગમાં શોભે છે.
–માટે આવો અનુભવ કર્તવ્ય છે.