: ૧૪ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૦
શબ્દથી પેલે પાર સીધું સંવેદન
• આત્મસ્વરૂપ શ્રવણમાત્ર ન રાખીશ; અનુભવગમ્ય કરજે. •
સાહિત્યમાં એમ માનવામાં આવે છે કે હજારો શબ્દોની અસર કરતાં એક
ચિત્રની વધુ અસર છે; તેમજ હજારો શબ્દો કરતાં એક સીધા સ્પર્શની અસર વધુ છે.
ચારેકોરના દુઃખમાં મુંઝાઈ રહેલા કોઈ માનવીને કલાકો સુધી સહાનુભૂતિના હજારો
મીઠા શબ્દોથી જે સાંત્વન મળે છે, તેના કરતાં વહાલપૂર્વક તેના માથે કે વાંસામાં હાથ
પંપાળતાં તેને વધુ સાંત્વન મળશે...ત્યાં શબ્દની જરૂર નહીં પડે...તેમ...
અચિંત્ય મહિમાવંત આત્મસ્વરૂપ, તેનું ગમે તેટલું વર્ણન હજારો શબ્દો દ્વારા
વાંચવા કે સાંભળવામાં આવે તોપણ તે પૂરું સ્પષ્ટ લક્ષગત થઈ શકતું નથી, પણ જ્યારે
અંતરના જ્ઞાનવડે તે ચૈતન્યતત્ત્વનો સીધો સ્પર્શ એટલે કે અનુભવ કરવામાં આવે ત્યારે
તે સ્વરૂપ સ્પષ્ટ લક્ષગત થાય છે. ચૈતન્યસ્વરૂપનું સાચું વર્ણન કરનારા શાસ્ત્રના હજારો
શબ્દો વાંચવામાં આવે કે જ્ઞાની પાસેથી વર્ષો સુધી સાંભળવામાં આવે, પરંતુ જ્ઞાન
જ્યારે અંતર્મુખ થઈ, શબ્દાતીત થઈ, અંતરમાં આત્માને સીધું સ્પર્શે ત્યારે જ તેનો
સાચો અનુભવ થાય છે. આથી જ કહ્યું છે કે–
હજારો વર્ષના શાસ્ત્રજ્ઞાન કરતાં એક ક્ષણનું અનુભવજ્ઞાન શ્રેષ્ઠ છે.
હજારો શબ્દોનું શાસ્ત્રજ્ઞાન જે આનંદ નથી આપી શકતું તે આનંદ એક ક્ષણનું
અનુભવજ્ઞાન આપે છે. તે અનુભવમાં શબ્દની જરૂર રહેતી નથી.
જેમ અગ્નિની ઉષ્ણતાનું વર્ણન, કે બરફની ઠંડકનું વર્ણન, શબ્દોથી ભલે ગમે
તેટલું સાંભળીએ પણ અગ્નિ કે બરફના સીધા સ્પર્શથી ગરમી કે ઠંડીનું જેવું સાક્ષાત્
વેદન થાય છે તેવું શબ્દો સાંભળવાથી કે વાંચવાથી નથી થતું. એમ અદ્ભુત
ચૈતન્યતત્ત્વના મહા આનંદનું વર્ણન હજારો વર્ષો સુધી હજારો શબ્દો વડે વાંચીને કે