Atmadharma magazine - Ank 368
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 37

background image
: ર : આત્મધર્મ : જેઠ : રપ૦૦
વૈરાગ્યરસનો વરસાદ

અષ્ટપ્રાભૃતના ભાવપ્રાભૃતમાં સમ્યક્ત્વાદિ શુદ્ધભાવસહિત
ધર્મીને કેવો વૈરાગ્ય હોય તેનું અદ્ભુત વર્ણન છે. તેના પ્રવચનમાં
હમણાં વૈરાગ્યની રસધાર વરસી રહી છે. જેમ આકાશમાંથી
વરસતી મેઘધારા તપ્ત પૃથ્વીને શાંત કરે છે....તેમ ચૈતન્યના
અસંખ્ય પ્રદેશમાં વરસતી વૈરાગ્યની રસધાર મુમુક્ષુને સંસારના
આતાપ દૂર કરીને પરમ શાંતિ પમાડે છે. આપ પણ એ રસધાર
ઝીલીને આત્માને શાંતરસમાં ભીંજવો.
ચૈતન્યનો શાંતસ્વભાવ છે, તેમાં ક્રોધનો ભાવ કરવાનો સ્વભાવ જ નથી. આવા
શાંતસ્વભાવને જાણીને તેની એવી શાંતિના વેદનમાં રહે કે હે જીવ! માથું કાપનાર પ્રત્યે
પણ વેરની વૃત્તિ ન ઊઠે. વેરની વૃત્તિમાં તો અશાંતિ છે. ચૈતન્યની પરમ શાંતિવડે
ક્રોધના દાવાનળને બુઝાવી નાંખ.
અરે મુનિ! અરે મુમુક્ષુ! તારી વૈરાગ્યદશાને તો યાદ કર! એમાં શું ક્રોધ શોભે
છે? બહારમાં ગમે તેવો આકરો પ્રસંગ આવે, કડવાં વચન કાને પડે, વાઘ–સર્પ આવીને
કરડતા હોય, કે માથે કલંકના આળના ઢગલા આવતા હોય, તોપણ હે મુમુક્ષુ! તેં તો
તારા ક્ષમાવંત આત્માને જાણીને તેની શાંતિનો સ્વાદ ચાખ્યો છે, માટે તું તે
પ્રતિકૂળતાના પ્રસંગમાં પણ ક્ષમા રાખજે, આત્માની શાંતિનું અમૃત પીજે...ક્રોધમાં
સળગીશ નહીં. આહા! આવી ક્ષમાની પળ એ અપૂર્વ પળ છે. બોલવું સહેલું છે પણ
અંદર એવી વીતરાગ–ક્ષમાની પરિણતિ થવી, ને પ્રતિકૂળતાના ટાણે તેની શાંતિ ટકવી–
એ તો કોઈ ધન્ય પળ છે, તેમાં અપૂર્વ પુરુષાર્થ છે. પણ તે આત્માનો સ્વભાવ છે,
આત્મા તે કરી શકે છે.