: જેઠ : રપ૦૦ આત્મધર્મ : ૩ :
આવી ઉત્તમ ક્ષમા ને આત્માની શાંતિ કોણ રાખી શકે? સર્વજ્ઞના જૈનમાર્ગ
અનુસાર જેણે વસ્તુનું સ્વરૂપ જાણ્યું હોય તે જ આત્માના ભાનની ઉત્તમ ભૂમિકામાં
આવી ક્ષમા રાખી શકે. શુભરાગની ક્ષમા તે જુદી વાત છે ને આ ચૈતન્યની શાંતિના
વેદનરૂપ ઉત્તમ ક્ષમા તે તો રાગ વગરની છે, આવી ક્ષમા તો વીરલા, આત્માના
અનુભવીઓ જ રાખી શકે છે. અહા, આ તો વીતરાગમાર્ગની ક્ષમા! એ કાંઈ સાધારણ
નથી, એ તો અપૂર્વ છે.
બાપુ! ક્રોધની આગમાં તો અનંતકાળથી તું બળ્યો, હવે તો તેનાથી છૂટીને અંદર
ચૈતન્યની શાંતિનાં અમૃત પીવાનાં આ ટાણાં છે. જુઓને! શ્રીકૃષ્ણના ભાઈ
ગજસુકુમાર, જેનું શરીર અત્યંત કોમળ છે, તે દીક્ષા લઈને આત્માના ધ્યાનમાં બેઠા બેઠા
શાંતિનું વેદન કરી રહ્યા છે; ત્યાં માથું આગથી બળી રહ્યું છે, પણ એની અંતરની
ચૈતન્યપરિણતિને ક્રોધાગ્નિમાં બળવા દેતા નથી. એ તો ચૈતન્યના પરમ શાંતરસમાં લીન
છે. સળગાવનાર ઉપર દ્વેષનો કોઈ વિકલ્પ નથી, તેમ દેહ સળગે છે તેની કોઈ વેદના
નથી, શાંતરસના વેદનમાં દુઃખ કેવા? ને ક્રોધ કેવો? એ તો શાંતિના બરફના હિમાલય
વચ્ચે બેઠા છે, તેમાં ક્રોધકષાયનો કે અગ્નિનો પ્રવેશ જ નથી. અરે, શુભવૃત્તિની
આકુળતાનો પણ જેમાં અભાવ છે તેમાં ક્રોધની તો વાત જ કેવી? આવી શાંતિનું વેદન
ધર્મીને હોય છે.
અરે જીવ! આવી વીતરાગતાને ઓળખીને તેની ભાવના તો કર! જીવનના
પરમ વૈરાગ્યપ્રસંગોને તું યાદ કર. ભાઈ, તારા ચૈતન્યની શાંતિ પાસે બહારની
પ્રતિકૂળતાની શી ગણતરી છે! શાંતિ તો તારો સ્વભાવ છે, ક્રોધ કાંઈ તારો સ્વભાવ
નથી. તારી શાંતિની તાકાત પાસે પ્રતિકૂળ સંયોગો તને શું કરશે? ક્ષમાના હિમાલયની
ગૂફામાં બેઠો ત્યાં બહારની પ્રતિકૂળતામાં ક્રોધનો અવસર જ ક્્યાં છે!
જુઓ તો ખરા! કેવો સુંદર વીતરાગતાનો ઉપદેશ છે! બાપુ! આવી વીતરાગી
ક્ષમામાં આનંદ છે. પ્રતિકૂળતામાં તું ક્રોધાદિ કરે છે, પણ હે જીવ! તને તે સંયોગનું નહિ
પણ તારા ક્રોધનું દુઃખ છે. ક્રોધ છોડીને તું તારી ચૈતન્યશાંતિમાં રહે તો તને કાંઈ દુઃુખ
નથી; ભલે પ્રતિકૂળ સંયોગ હોય, પણ ક્ષમાવંતને દુઃખ નથી.
બાપુ! સંસાર તો અસાર છે. સંસાર તરફના જેટલા અશુભ કે શુભપરિણામ તે
બધા અસાર છે, ચૈતન્યતત્ત્વ તે રાગથી પાર છે તેનો બોધ કરીને, તેના વેદનની જે
શાંતિ છે તે સારભૂત છે; જ્ઞાન–વૈરાગ્યની ભાવના ઉગ્ર કરીને હે જીવ! તું આવા
શાંતરસનું પાન કર. કદાચ દુઃખપ્રસંગ આવી પડ્યો હોય તો તે વખતે પણ તીવ્ર
વૈરાગ્યવડે સારભૂત