: ૧૪ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૦
શ્રાવકનાં આચાર [ર]
જૈન–સદ્ગૃહસ્થ–શ્રાવકનાં આચાર કેવા સુંદર અને
ધર્મથી શોભતા હોય છે તેનું કેટલુંક વર્ણન આત્મધર્મ અંક ૩૬૮
માં આપે વાંચ્યું. વિશેષ સકલકીર્તિ શ્રાવકાચાર અધ્યાય ૩ તથા
૪ માંથી કેટલુંક દોહન આપ અહીં વાંચશો. શ્રાવકને દેવ–ગુરુ–
શાસ્ત્રની ઓળખાણ કેવી હોય, તત્ત્વોની ઓળખાણ કેવી હોય,
ને પછી તત્ત્વજ્ઞાનપૂર્વકની આચરણશુદ્ધિ કેવી હોય? તે સમજવું
જરૂરી છે; કેમકે તત્ત્વજ્ઞાન અને આચરણશુદ્ધિ વડે જ જીવનું
જીવન શોભે છે. (સં.)
[પ્રશ્નોતર–શ્રાવકાચાર અધ્યાય ૩ માંથી]
સાચા દેવ–ગુરુ–ધર્મના સ્વરૂપનું ચિંતન તે સમ્યક્ત્વની દ્રઢતાનું કારણ છે.
• વીતરાગ–સર્વજ્ઞ તે દેવ છે.
• રાગાદિ હિંસારહિત એવી વીતરાગતા તે ધર્મ છે.
• પરિગ્રહરહિત, રત્નત્રયવંત ગુરુ છે.
એ સિવાય બીજા કોઈ દેવ નથી, બીજો ધર્મ નથી, બીજા ગુરુ નથી.–આવું સ્વરૂપ
જાણીને તેની શ્રદ્ધા કરવી તે સમયગ્દર્શન છે.
દેવ કેવા છે? તેમનું સ્વરૂપ ઓળખવા માટે તેમના કેટલાક ગુણવાચક નામો
કહીએ છીએ–
• તે ભગવાન ઈંદ્રદ્વારા પંચકલ્યાણક યોગ્ય છે તેની अर्हत् છે.
• દુઃખરૂપ મોહ–અરિને હણનારા હોવાથી તેઓ अरिहन्त છે.