ભાવ વડે આત્માને સાધે છે? ને શાસ્ત્રોએ આત્માનું સ્વરૂપ તથા મોક્ષનો માર્ગ કેવો
બતાવ્યો છે? તેની ઓળખાણ કરે તો જ દેવ–ગુરુ–શાસ્ત્રની સમ્યક્ ઉપાસના થાય.
ઓળખ્યા વગર એકલા શુભરાગથી દેવ–ગુરુ–શાસ્ત્રની ઉપાસનાનું સાચું ફળ આવતું
નથી. અહા, સર્વજ્ઞદેવ કોને કહેવાય? એને ઓળખતાં તો આત્માનું પરમાર્થસ્વરૂપ
ઓળખાઈ જાય, ને સમ્યગ્દર્શન થઈ જાય. પણ એવી ઓળખાણ શુભરાગ વડે નથી
નથી; જ્ઞાનવડે જ ઓળખાણ થાય છે. તે જ્ઞાનનું અને રાગનું કાર્ય તદ્ન જુદું–જુદું છે.
‘રાગવડે જે અરિહંતને પૂજે છે તે આત્માને જાણે છે’–એમ નથી કહ્યું પણ ‘જ્ઞાનવડે જે
અરિહંતને ઓળખે છે તે આત્માને જાણે છે ને સમ્યગ્દર્શન પામે છે ’ એમ–
કુંદકુંદસ્વામીએ કહ્યું છે.
અરિહંતના આત્માના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયનું સાચું જ્ઞાન કરતાં, રાગ અને જ્ઞાનનું
ભેદજ્ઞાન થઈ જાય છે ને આત્માનું સાચું સ્વરૂપ ઓળખાય છે; તે જ્ઞાનથી ભવનો
અંત આવે છે. ધર્મીનેય પૂજાદિનો શુભરાગ હોય છે પણ તેનું જેટલું માપ છે તેટલું તે
જાણે છે.
ભગવંતોના અને તે ગુરુઓના ઉપકારની શી વાત! એમનું જેટલું બહુમાન કરું તેટલું
ઓછું છે.