: અષાઢ : ૨૫૦૦ આત્મધર્મ : ૭ :
અહો, શ્રીગુરુએ તો આત્માનું સ્વરૂપ સમજાવીને મોટો ઉપકાર કર્યો; તે
આત્માની સાથે સરખાવી શકાય એવી બીજી કોઈ વસ્તુ જગતમાં નથી,–કે જેના વડે હું
ગુરુના ઉપકારનો બદલો વાળું!–આમ શ્રી દેવ–ગુરુ પ્રત્યે અને તેમની વીતરાગવાણી
પ્રત્યે ધર્મીના મનમાં અત્યંત બહુમાન વર્તે છે.
–આ રીતે શ્રાવકની ભૂમિકામાં રોજરોજ દેવ–ગુરુ–શાસ્ત્રની ઉપાસના,
સ્વાધ્યાય, દાન વગેરેનો ભાવ આવે છે; તેમાં જે શુભરાગ છે તે તો સ્વર્ગનું કારણ
છે, તે શ્રાવકનો વ્યવહાર–આચાર છે; અને અંતરમાં સર્વજ્ઞસ્વરૂપી આત્માના શ્રદ્ધા–
જ્ઞાન–આચરણરૂપ જેટલી શુદ્ધતા પ્રગટી છે તે તેનો પરમાર્થ–આચાર છે, તે મોક્ષનું
કારણ છે.
સુખના શોધકને–
મુમુક્ષુજીવે સ્વ–પરના ભેદજ્ઞાનવડે, અને અંદર જ્ઞાન તથા રાગના
સૂક્ષ્મ ભેદજ્ઞાન વડે તત્ત્વની પરીક્ષા કરીને આત્માનું સાચું સ્વરૂપ
ઓળખવું જોઈએ.
આત્માને પોતાનો અનુભવ કરવા માટે અંદર એકાગ્ર થવું પડે છે,
બહારમાં જોવું નથી પડતું. બહારમાં એકાગ્રતાવડે આત્માનો પત્તો લાગતો
નથી; અંતરમાં એકાગ્રતાવડે જ આત્માનો પત્તો લાગે છે.
જ્યાં આત્મા છે ત્યાં જ આત્માનું સુખ છે. આત્માનું સુખ આત્માથી
બહાર બીજે ક્્યાંય નથી. હે જીવ! સુખ અંતરમાં છે, બહારમાં નથી.
બહારમાં ન શોધ. અંતરના સુખને પ્રાપ્ત કરવા બાહ્ય પદાર્થોનું આશ્ચર્ય
ભૂલ, ને ચૈતન્યની અદ્ભુતતાને જાણ. તારા આત્માનો અચિંત્ય મહિમા
જ્ઞાનમાં આવતાં તેનું સુખ પણ તને તારામાં અનુભવાશે.