: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૭ :
અતીન્દ્રિય જ્ઞાન અને આનંદની પ્રાપ્તિ કરાવે છે. આવું મહાન પરમાગમ આજે
પ્રવચનમાં શરૂ થાય છે.
પ્રથમ મંગળરૂપે અમૃતચંદ્રાચાર્ય ઉત્કૃષ્ટ જ્ઞાનાનંદ–સ્વરૂપ
આત્માને નમસ્કાર કરે છે:
(કળશ: ૧)
જે સર્વવ્યાપી એટલે કે સર્વ પદાર્થને જાણનાર એવા ચૈતન્યસ્વરૂપ છે, જે
આત્માની સ્વાનુભૂતિવડે પ્રસિદ્ધ છે અને જે જ્ઞાન–આનંદસ્વરૂપ છે એવા ઉત્કૃષ્ટ
આત્માને નમસ્કાર હો.
જ્ઞાન ને આનંદસ્વરૂપ આત્માની પ્રસિદ્ધિ સ્વાનુભવ વડે જ થાય છે, તેને માટે
બીજો ઉપાય નથી. તે અનુભવ માટે તેનું સ્વરૂપ લક્ષગત કરીને, તેના રસપૂર્વક વારંવાર
અંદર તેનું ઘોલન કરવું જોઈએ. ચૈતન્યસન્મુખના ભાવ વડે તેનો અનુભવ થાય છે ને
જ્ઞાન–આનંદનો સ્વાદ આવે છે; આવો ભગવાનનો માર્ગ છે. આ સિવાય રાગ વડે કે
કોઈ પરની સન્મુખતા વડે આત્માના જ્ઞાન–આનંદ પ્રગટતા નથી.–એટલે તે ભગવાનનો
માર્ગ નથી.
ભગવાનનો મારગ આખી દુનિયાથી ભલે જુદો, પણ પંચ પરમેષ્ઠી ભગવંતો
સાથે મેળવાળો છે. જેમાં સ્વસન્મુખ આનંદનું વેદન થાય એવો જિન ભગવાનનો માર્ગ
છે તે અપૂર્વ પાત્રતાથી પ્રાપ્ત થાય છે.
અહો, આત્માની અનુભવદશા, તે કેવળજ્ઞાનની લક્ષ્મીનો લાભ કરાવનાર છે.
જગતની જડ લક્ષ્મીના ઢગલાની જેની પાસે કોઈ જ કિંમત નથી, એવી કેવળજ્ઞાન–
લક્ષ્મીનો દિવ્ય–અદ્ભુત આનંદવૈભવ આત્માના અનુભવથી જ મળે છે.–બીજા કોઈ
કારણની (પુણ્યની કે સંયોગની) અપેક્ષા તેમાં નથી, એકલા પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને
જ અવલંબીને કેવળજ્ઞાન ને મહાઆનંદ પ્રગટે છે, આવો આત્માનો સ્વભાવ જ છે;
આવા ઉત્કૃષ્ટ જ્ઞાન–આનંદસ્વરૂપની પ્રસિદ્ધિને માટે, તે ઉત્કૃષ્ટ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને
નમસ્કાર કર્યા છે. આવું અપૂર્વ મંગળ કરીને, પરમાનંદરૂપી સુધારસના પિપાસુ જીવોને
માટે આ પરમાગમની ટીકા દ્વારા આત્મતત્ત્વ પ્રગટ કરવામાં આવે છે,–આત્મતત્ત્વની
અનુભૂતિ વડે ભવ્ય જીવો નિર્વિકલ્પરસનું પાન કરીને પિપાસા મટાડે છે, ને
આનંદરસથી તૃપ્ત થાય છે.
રાગનો અનુભવ તો જીવે અનંતકાળ કર્યો પણ તેની પિપાસા મટી નહિ. જેને