Atmadharma magazine - Ank 370
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 49

background image
: ૮ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
આનંદની પિપાસા છે, જેને ચૈતન્યનો શાંતરસ પીવા માટે એકદમ તરસ લાગી છે, એવા
જીવોને માટે આ પ્રવચનસાર દ્વારા આચાર્યદેવે વીતરાગી શાંતરસની પરબ માંડી છે.–
આવો રે જીવો, આવો! આત્મતત્ત્વનું શુદ્ધસ્વરૂપ જાણીને નિર્વિકલ્પ આનંદરસને પીઓ...
જે જ્ઞાન સામાન્યસ્વરૂપ છે તે જ જ્ઞાન વિશેષસ્વરૂપ છે,–સામાન્ય વિશેષ બંનેમાં
વ્યાપેલું આવું અનેકાંતમય જ્ઞાન જયવંત વર્તે છે; ને આવું અનેકાન્તમય જ્ઞાન રાગથી
જુદું પરિણમતું થકું મોહને જીતી લ્યે છે...ને આત્માને મહાન આનંદ પમાડે છે. બીજા
મંગળ શ્લોકમાં અનેકાન્તમય જ્ઞાનની સ્તુતિ કરતાં કહે છે કે અનેકાન્તમય જ્ઞાન
આત્માના સત્યસ્વરૂપને પ્રકાશીને, મોહઅંધકારને નષ્ટ કરે છે; આવું અનેકાન્તમય
ચૈતન્યતેજ જયવંત વર્તે છે.
ત્યારપછી ત્રીજા શ્લોકમાં કહે છે કે પરમ આનંદના પિપાસુ ભવ્ય જીવોને
ચૈતન્યરસનું અતીન્દ્રિય અમૃત પીવડાવવા માટે આ પરમાગમની ટીકા રચાય છે
આત્માના પરમ આનંદની જેને પિપાસા છે, સંસારસંબંધી કોઈ અભિલાષા જેને નથી,
માત્ર આત્માની શાંતિની જ ચાહના છે, એવા આનંદપિપાસુ જીવોને માટે આ
પ્રવચનસાર પરમાગમની રચના થાય છે; તેના દ્વારા શુદ્ધાત્મતત્ત્વનું જ્ઞાન કરીને
ભવ્યજીવો ખોબેખોબા ભરીને અતીન્દ્રિય આનંદને પીજો. આત્માનો પરમઆનંદ
પીવડાવનારું આ પરમાગમ છે. સંતોએ અતીન્દ્રિય અનુભૂતિમાં જે ચૈતન્યરસ ચાખ્યો
તે આ પરમાગમદ્વારા ભવ્ય જીવોને પીવડાવે છે. જગતની જેને દરકાર નથી, સંસારનું
કોઈ પદ જેને જોઈતું નથી, ચૈતન્યનું આનંદપદ જ જેને જોઈએ છે,–એક આત્માર્થનું જ
જેને કામ છે–એવા જીવોનું હિત વિચારીને આ પરમાગમ દ્વારા તત્ત્વનું સ્વરૂપ પ્રગટ
કરવામાં આવ્યું છે,–કે જે તત્ત્વોને જાણતાં આનંદમય પ્રશમરસ વેદનમાં આવે છે.
શિક્ષણવર્ગ અને પર્યુષણપર્વ
* સોનગઢમાં જૈનદર્શન શિક્ષણવર્ગ: તા. ર૭–૮–૭૪ થી શરૂ કરીને તા.
૧પ–૯–૭૪ સુધી વીસ દિવસ ચાલશે. શિક્ષણવર્ગમાં મોક્ષમાર્ગપ્રકાશક
અધ્યાય ૭, પ્રશ્નોત્તરમાળા ભાગ–ર તથા દ્રવ્યસંગ્રહ ચાલશે; જેમની
પાસે તે પુસ્તકો હોય તેમણે જરૂર સાથે લાવવા સૂચના છે.
* દસલક્ષણી–પર્યુષણપર્વ દ્વિ. ભાદ્ર સુદ પાંચમથી શરૂ કરીને ચૌદસ સુધી
(તા. ર૦–૯–૭૪ થી ૩૦–૯–૭૪ સુધી) ઉજવાશે.