: ૧ર : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
સિપાઈએ કપાળ કૂટીને કહ્યું:–અરેરે! પુણ્યહીન યમપાલ આજે જ બહારગામ
ચાલ્યો ગયો. જો તે હાજર હોત તો રાજકુમારને મારવાથી તેને કેટલા બધા સોનાના ને
હીરા–રત્નોનાં આભૂષણ મળત! હવે તો તે બીજું કોઈ લઈ જશે!
સિપાઈઓની વાત સાંભળતાં ચંડાલણી–સ્ત્રીને તે આભૂષણનો લોભ લાગ્યો;
તેનાથી રહેવાયું નહીં, એટલે તેણે હાથનો ઈશારો કરીને, યમપાલ ઘરમાં જ સંતાયો છે
–એમ સિપાઈઓને બતાવી દીધું.
સિપાઈઓએ ગુસ્સે થઈને યમપાલને પકડ્યો ને બળાત્કારથી તેને વધસ્થાને લઈ
ગયા. ત્યાં રાજકુમારને તેને સોંપીને કહ્યું કે તું આને માર, અને તેના દાગીના લઈ જા.
યમપાલે કહ્યું કે હું તેને નહીં મારું.
અણઘડ સિપાઈઓ યમપાલના ભાવને સમજી શક્્યા નહીં, ને તેને ધમકાવીને
કહ્યું કે આ રાજકુમાર ગુન્હેગાર છે, ને રાજાની આજ્ઞા છે માટે તું તેને માર. જો રાજાનો
હુકમ નહીં માને તો તું પણ ભેગો મરીશ.
યમપાલે નિર્ભયપણે ઉત્તર દીધો કે ગમે તેમ થાય, પણ આજે મારાથી
રાજકુમારને મારી શકાશે નહીં.
આથી સિપાઈઓ તે યમપાલને પકડીને રાજા પાસે લઈ ગયા અને કહ્યું કે–
મહારાજ! આ ચંડાળ રાજકુમારને આપનો પુત્ર સમજીને મારતો નથી, અને
રાજઆજ્ઞાનો ભંગ કરે છે!
રાજાએ તેને પૂછયું કે તું કેમ રાજપુત્રને મારતો નથી? મારી આજ્ઞા છે, અને
તારો તો આ ફાંસી દેવાનો ધંધો છે; વળી ફાંસી દેવાથી તેના લાખોની કિંમતના
દાગીનાનો તને લાભ થવાનો છે–છતાં તું આજે કેમ ના પાડે છે?
ચંડાળે વિનયથી કહ્યું કે–મહારાજ! મારી વાત સાંભળો! આજે ચૌદસ છે; અને
ચૌદસના દિવસે કોઈપણ જીવનો ઘાત ન કરવો–એવી મારે પ્રતિજ્ઞા છે. પ્રાણ જતાં પણ
હું મારી પ્રતિજ્ઞાનું પાલન કરીશ; એટલે આજે હું કોઈ જીવનો ઘાત કરીશ નહીં. ને તેમાં
વળી અત્યારે તો નંદીશ્વરની અષ્ટા્હનિકાપર્વના મહાન દિવસો છે, તેમાં હું હિંસાનું પાપ
કેમ કરું?
હવે રાજાને કુતૂહલ જાગ્યું; તેણે પૂછયું કે હે ભાઈ! ચૌદસને દિવસે કોઈ જીવને ન
મારવાની પ્રતિજ્ઞા તેં શા કારણે લીધી?–ક્્યારે લીધી?