: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૧૩ :
ત્યારે યમપાલે કહ્યું–મહારાજ! મારી એક નાની કથા સાંભળો! એકવાર મને
ભયંકર સર્પ કરડયો હતો ને તેના ઝેરથી હું મુર્છિત થઈ ગયો હતો; ત્યારે મારા ભાઈ–
બંધુ વગેરે કુટુંબીજનોએ તો મને મરેલો સમજીને મસાણમાં ફેંકી દીધો હતો. પરંતુ
દૈવયોગે ત્યાં સર્વૌષધિ–ઋદ્ધિના ધારક એક જૈન–મુનિરાજ પધાર્યા, અને તેમના શરીરને
સ્પર્શાઈને આવેલી હવા મારા શરીરને લાગતાં જ, શુભકર્મના ઉદયથી મારી મુર્છા દૂર
થઈ ગઈ, મારું ઝેર ઊતરી ગયું ને હું જીવતો રહ્યો. અહા, એ મુનિરાજની વીતરાગતાની
ને તેમના પ્રભાવની શી વાત! બસ! ત્યારથી એ પરમ ઉપકારી મુનિરાજ પાસે મેં વ્રત
લીધું કે ચૌદસના દિવસે હું કોઈપણ જીવની હિંસા નહીં કરું. માટે હે રાજન્! આ પર્વના
દિવસોમાં મારા સર્વ પાપોને શાંત કરવા, હું કોઈ પણ જીવને હણીશ નહીં. હવે આપને
યોગ્ય લાગે તેમ કરો. (અહીં, આ પ્રકારના આંશિક અહિંસાના પાલનમાં પણ
યમપાલને જે શ્રદ્ધા હતી તેટલા પૂરતું તેનું ઉદાહરણ લેવાનું છે. અને તે શ્રદ્ધામાં દ્રઢતાને
લીધે તે પૂર્ણ અહિંસા તરફ આગળ વધી શક્્યો, તેથી શાસ્ત્રોએ તેનું ઉદાહરણ લીધું છે.
અહિંસાનો એક અંશ પણ જેને સારો લાગ્યો, ને પ્રાણાન્તે પણ તેનું પાલન જેણે ન
છોડ્યું, તેને અવ્યક્તપણે પૂર્ણ અહિંસારૂપ વીતરાગભાવ સારો લાગ્યો, ને તેની શ્રદ્ધાનાં
બીજ રોપાણાં.)
આ પ્રમાણે યમપાલે પોતાના વ્રતની વાત કરી; પણ રાજાને યમપાલની વાત
ઉપર વિશ્વાસ ન બેઠો, તેને એમ થયું કે આવું ઉત્તમ અહિંસા–વ્રત આ અસ્પૃશ્ય
ચાંડાળને ક્્યાંથી હોય? આમ વિચારીને તેણે કોટવાલને હુકમ કર્યો કે આ રાજકુમાર
તથા આ ચંડાળ–બંને દુષ્ટ છે, તે બંનેને દોરડાથી બાંધીને, મગરમચ્છથી ભરેલા ભયંકર
સરોવરમાં ફેંકી દો.
–રાજાની આવી આજ્ઞા સાંભળીને પણ યમપાલ પોતાના વ્રતમાં દ્રઢ રહ્યો કે
પ્રાણ જાય તો ભલે જાય પણ વ્રતનો ભંગ હું નહીં કરું.–આમ મરણનો ભય છોડીને
નિર્ભય સિંહની જેમ તે વ્રતમાં દ્રઢ રહ્યો, ને ઉત્તમ ભાવના ભાવવા લાગ્યો...વીતરાગી
અહિંસા તરફ તેના પરિણામ ઉલ્લસવા લાગ્યા.
આ તરફ કોટવાલે રાજાની આજ્ઞા મુજબ બંનેને બાંધીને સરોવરમાં ફેંકયા. પાપી
રાજપુત્રને તો મગર ખાઈ ગયા. પણ, યમપાલ–ચંડાલના વ્રતના માહાત્મ્યથી પ્રભાવિત
થઈને એક દેવીએ સરોવર વચ્ચે રત્નસિંહાસન રચીને યમપાલને તેના ઉપર બેસાડયો,
અને વાજાં વગાડીને તેના વ્રતની પ્રશંસા કરી. આવો દૈવી પ્રભાવ દેખીને રાજા ભયભીત
થયો, ને પ્રભાવિત થઈને તેણે યમપાલની પ્રશંસા કરીને તેનું સન્માન કર્યું. આ રીતે