: ૧૪ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
વ્રતના પ્રભાવથી યમપાલ જેવો ચાંડાલ પણ દેવ અને રાજાથી સન્માનિત થઈને
સ્વર્ગમાં ગયો. શાસ્ત્રકાર કહે છે કે અહિંસાના એક અંશના પાલનથી પણ ચંડાળ જેવો
જીવ આવું ફળ પામ્યો, તો સંપૂર્ણ વીતરાગભાવરૂપ શ્રેષ્ઠ અહિંસાના પાલનથી જે ઉત્તમ
ફળ મળે–તેનો મહિમા કોણ કહી શકે? આમ જાણીને હે ભવ્ય જીવો! તમે અહિંસાવ્રતનું
પાલન કરો. (હિંસાને માટે દૂષ્ટ ધનશ્રીની કથા પ્રસિદ્ધ છે કે જેણે વિષયવાસનાવશ
પોતાના પુત્રની જ હિંસા કરાવી, ને પાપથી દુર્ગતિ પામી.)
•
સત્પુરૂષોએ સત્યવગેરે વ્રતોનું વર્ણન અહિંસા વ્રતની રક્ષાને માટે કર્યું છે; તેથી
સર્વે જીવોનું હિત કરનાર અને શ્રેષ્ઠ વ્રતની સિદ્ધિનું કારણ એવું ઉત્તમ સત્યવ્રત કહેવામાં
આવે છે. જે ધર્માત્મા–શ્રાવક સ્થૂલ અસત્ય બોલતા નથી, બોલાવતા નથી કે બોલતાને
અનુમોદતા નથી, તેમને સત્ય–અણુવ્રત હોય છે.
સત્ને જાણનારા એવા બુધજન ગૃહસ્થોએ, સર્વેનું હિત કરનાર, મર્યાદિત અને
મધુર વચન કહેવા જોઈએ, કોઈની નિંદા કરવી ન જોઈએ અને સર્વે જીવોને સુખ દેનારી
ભાષા બોલવી જોઈએ.
હે ભવ્ય! સદાય તું એવા જ વચન બોલ કે જેનાથી પોતાના આત્માનું કલ્યાણ
થાય, જે ધર્મનું કારણ હોય, યશ દેનાર હોય અને સર્વથા પાપ વગરનાં હોય.
વળી બુધજનોએ બીજા જીવોનું પણ હિત કરનારાં, રાગ–દ્વેષ વગરનાં, અને ધર્મ
તથા મોક્ષમાર્ગનો ઉત્સાહ વધારનારાં વચનો જ સદા કહેવા જોઈએ.
જ્ઞાનીજનો સદાય જિનાગમ–અનુસાર, અનિંદ્ય–સુંદર પ્રસંશનીય, વિકથાદિકથી
રહિત અને ધર્મોપદેશથી ભરેલાં જ વચન બોલે છે.
શ્રાવક દ્વારા બીજાના હિતને માટે કદાચિત કઠણ વચન પણ કહેવામાં આવે,
અથવા બીજા જીવની રક્ષા માટે કે હિત માટે (પણ કોઈનું અહિત ન થાય એ રીતે)
કથંચિત્ અસત્ય પણ કહેવામાં આવે તો તે પણ (તેમાં અહિંસાનો જ અભિપ્રાય
હોવાથી) સત્ય ગણવામાં આવ્યું છે. અને, જે બીજાને દુઃખ દેનાર હોય, સાંભળતાં ભય
કે દુઃખ