Atmadharma magazine - Ank 370
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 49

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ર૩ :
* કોઈ એમ માને કે જેટલા જ્ઞાનના પર્યાય છે તે સમસ્ત અશુદ્ધ છે,–પરંતુ એમ તો
નથી, કારણ કે જેમ જ્ઞાન શુદ્ધ છે તેમ જ્ઞાનના પર્યાય વસ્તુનું સ્વરૂપ છે તેથી
શુદ્ધસ્વરૂપ છે.
* વિશેષ એટલું સમજવું કે, માત્ર પર્યાયભેદને પકડતાં વિકલ્પ ઊપજે છે, જ્ઞાનનો
અનુભવ નિર્વિકલ્પ છે, તેથી વસ્તુમાત્ર અનુભવતાં સમસ્ત પર્યાયો પણ
જ્ઞાનમાત્ર છે.–આવો જ્ઞાનમાત્ર આત્મા અનુભવયોગ્ય છે. તેની શ્રદ્ધા, તેનું જ્ઞાન,
તેનું આચરણ તે મોક્ષમાર્ગ છે. આવી આત્મઅનુભૂતિ તે આનંદ દેનારી દિવ્ય
ઔષધિ છે, તેના સેવનથી આત્માના સર્વપ્રદેશે આનંદનો ઝણઝણાટ થાય છે.
ધર્માત્માનું પ્રમાણજ્ઞાન દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ યથાર્થ વસ્તુસ્વરૂપ જાણે છે
જેનાં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે શુદ્ધ ચેતનમય છે એવા આત્માનું સ્વરૂપ જાણતાં
પ્રમાણજ્ઞાન થયું, એટલે ભેદજ્ઞાન અને સમ્યગ્જ્ઞાન થયું. સમ્યગ્જ્ઞાને આત્માનું
જેવું સ્વરૂપ જાણ્યું તેવા જ આત્માની નિઃશંક શ્રદ્ધા કરી તે સમ્યગ્દર્શન થયું.
સમ્યગ્જ્ઞાન (–પ્રમાણજ્ઞાન) ની સાથે જ સમ્યગ્દર્શન નિયમથી હોય છે; આ રીતે
સમ્યગ્જ્ઞાને જાણેલા આત્મતત્ત્વનું શ્રદ્ધાન તે જ સમ્યગ્દર્શન છે. સમ્યગ્જ્ઞાને જે
વસ્તુસ્વરૂપ જાણ્યું તેનાથી વિરુદ્ધ શ્રદ્ધા હોતી નથી. એટલે જાણેલાનું શ્રદ્ધાન તે જ
સમ્યગ્દર્શન છે; જાણ્યા વગર શ્રદ્ધા કોની? જ્ઞાન વગરની શ્રદ્ધાને તો ‘સસલાના
શીંગડા’ ની જેમ અસત્ની શ્રદ્ધા કહી છે, એટલે કે એવી શ્રદ્ધા મિથ્યા છે. માટે
યર્થાથ જ્ઞાનથી વસ્તુસ્વરૂપ જાણીને તેની શ્રદ્ધા કરવી જોઈએ.
* ચેતનમય શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ જેવું આત્મસ્વરૂપ છે તેવા આત્માનું જ્ઞાન તે
સમ્યગ્જ્ઞાન છે, તેનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે, ને તેમાં એકાગ્રતારૂપ વીતરાગ
પરિણતિ તે સમ્યક્ચારિત્ર છે.–આ રીતે આત્માના જ આશ્રયે મોક્ષમાર્ગ છે.
ખાસ સૂચના:– માનનીય પ્રમુખશ્રી તરફથી ખાસ જણાવવામાં આવે છે કે
પ્રતિષ્ઠામહોત્સવનો હિસાબ બંધ કરવાનો હોવાથી, જેમની ઊછામણી વગેરેની રકમો
બાકી છે તેમને “શ્રી પરમાગમ મંદિર પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ” ના
નામથી બેન્ક ઓફ ઈન્ડિયા (સોનગઢ) ઉપરનો, અથવા તો ભાવનગરની ગમે તે બેન્ક
ઉપરનો, ડ્રાફટ જેમ બને તેમ તુરત મોકલી આપવા વિનંતી છે.
શ્રી પરમાગમ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ, સોનગઢ (૩૬૪રપ૦)