: ર૮ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
વૃદ્ધિ જ થાય છે. આપનું મંગલ શાસન આજે પણ વર્તી રહ્યું છે. ધર્મની વૃદ્ધિ કરનાર
એવા આપ ‘વર્દ્ધમાન’ છો.
જુઓ તો ખરા, ‘वर्द्धमान ’ નામ પણ કેવું સુંદર છે! અહો, વર્દ્ધમાન દેવ!
અત્યારે અહીં આપનું ધર્મશાસન પ્રવર્તી રહ્યું છે; એટલે આપે ઉપદેશેલા શુદ્ધ જ્ઞાન–
દર્શનના ભાવો અત્યારે અમારા આત્મામાં વર્તી રહ્યા છે, તે જ આપનું શાસન છે.
જે અતીત તીર્થંકરો થયા તેઓ અત્યારે સિદ્ધપણે બિરાજે છે. અનંત
સિદ્ધભગવંતો છે તેઓ બધાય, શરીરાદિથી રહિત હોવા છતાં, ચૈતન્યની વિશુદ્ધ સત્તાપણે
સદ્ભાવવાળા છે. દ્રવ્યથી–ગુણથી–પર્યાયથી સર્વપ્રકારે વિશુદ્ધ જેમનો સદ્ભાવ છે,
ચૈતન્યની અત્યંત શુદ્ધ સત્તારૂપે જેમનું જીવન છે, એવા સિદ્ધભગવંતોને જ્ઞાનમાં લઈને
હું પ્રણમું છું.
અહા, કુંદકુંદાચાર્યદેવ મહાત્મા પણ જેમને પ્રણામ કરે તે પંચ પરમેષ્ઠીપદના
મહિમાની શી વાત! વંદન કરનારા આવડા મોટા, તો જેમને વંદન કરે છે તેમની
શુદ્ધતાની શી વાત!
અરિહંતો–તીર્થંકરો અને સિદ્ધભગવંતોની સાથે, આચાર્ય–ઉપાધ્યાય–સાધુ
ભગવંતોને પણ હું પ્રણમું છું.–કેવા છે તે શ્રમણ ભગવંતો?–જેમણે પરમ
શુદ્ધોપયોગભૂમિકાને પ્રાપ્ત કરી છે. ઉપયોગભૂમિકા તેમાં પુણ્ય–પાપ ન આવે, રાગ ન
આવે. શુદ્ધઉપયોગપરિણતિવડે જ સમ્યગ્દર્શન થાય છે ને ધર્મ શરૂ થાય છે. તે
ઉપયોગની શુદ્ધતા જેમને ઘણી વધી ગઈ છે–એવા શ્રમણભગવંતોને હું પ્રણમું છું. જુઓ,
મુનિની ઓળખાણ શુદ્ધ ઉપયોગ વડે આપી. અરે, આવી મુનિદશાની ઓળખાણ પણ
અત્યારે તો કેવી દુર્લભ થઈ ગઈ છે!
પોતાના જ્ઞાનમાં ‘સર્વજ્ઞ–વીતરાગ–અર્હંત પરમાત્મા આવા છે ’ એમ જ્યાં
તેમનું સ્વરૂપ નક્કી કર્યું ત્યાં, પૂર્વે થયેલા બધાય અર્હંત ભગવંતો પણ આવા જ હતા...
એમ બધાય ભગવંતો પોતાના જ્ઞાનમાં વર્તમાનકાળગોચર થઈ જાય છે.
અહા, જાણે બધાય પંચ પરમેષ્ઠીભગવંતો ભેગા થઈને એક સાથે મારા ઘરે–મારા
જ્ઞાનમંદિરમાં પધાર્યા હોય! એમ સાધકના આત્મામાં આનંદનો મહોત્સવ મંડાયો છે.
અહા, મારા આત્મામાં મોક્ષનો અપૂર્વ મંગલમહોત્સવ, તેમાં મેં પંચપરમેષ્ઠીભગવંતોને
બોલાવ્યા છે, ને પંચપરમેષ્ઠીભગવંતો મારા મંડપમાં પધાર્યા છે; અનંતા સિદ્ધભગવંતો,
લાખો અરિહંત ભગવંતો, કરોડો મુનિભગવંતો–એ સૌ એક સાથે મારા નિર્ગ્રંથ–