Atmadharma magazine - Ank 370
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 49

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ર૯ :
દીક્ષાના આનંદ–ઉત્સવમાં પધાર્યા છે, આનંદમેળામાં તે સૌ પધાર્યા છે, તે સર્વને હું
સન્માનું છું...પ્રણમું છું...આરાધું છું.
* * *
અહો, અમારો આત્મા તો અમને પ્રત્યક્ષ છે, ને પંચ પરમેષ્ઠી ભગવંતો પણ
અમારા જ્ઞાનમાં સાક્ષાત્ વર્તે છે, તેમનો અમને વિરહ નથી. ભલે અત્યારે આ
ભરતક્ષેત્રના નાના ક્ષેત્રમાં તીર્થંકરની ઉત્પત્તિ નથી દેખાતી, પણ મનુષ્યક્ષેત્ર તો ઘણું
મોટું છે, આ મનુષ્યક્ષેત્રના જ વિદેહક્ષેત્રમાં અત્યારે પણ સર્વજ્ઞતા સહિત અરિહંત
ભગવંતો સાક્ષાત્ વિચરી રહ્યા છે, તેઓ અમારા જ્ઞાનમાં વિદ્યમાન વર્તી રહ્યા છે, તેથી
અમારા જ્ઞાનમાં તેમને પ્રત્યક્ષગોચર કરીને તેમને નમસ્કાર કરું છું. જેમ સિદ્ધભગવંતો
અસંખ્યાત યોજન દૂરક્ષેત્રે બિરાજતા હોવા છતાં, સાધક ધર્માત્માના જ્ઞાનમાં તેઓ દૂર
નથી, સાધકના જ્ઞાનમાં સિદ્ધભગવંતો વિદ્યમાન જ વર્તે છે એટલે તેને સિદ્ધનો સદ્ભાવ
જ છે; તેમ અતીન્દ્રિય જ્ઞાન–આનંદરૂપ થયેલા અરિહંત ભગવંતો પણ સાધકના જ્ઞાનમાં
વિદ્યમાન જ વર્તે છે; ક્ષેત્રનું અંતર જ્ઞાનમાં નડતું નથી. વાહ, જુઓ તો ખરા! રાગથી
જુદા પડેલા સાધકના અતીન્દ્રિય જ્ઞાનની તાકાત કેટલી મહાન છે!
આરાધકભાવ સહિત પંચપરમેષ્ઠીભગવંતને નમસ્કાર ચાલે છે. શુદ્ધાત્મભાવરૂપ
પંચપરમેષ્ઠીઓ તે ભાવ્ય, ને હું તે શુદ્ધાત્માનો ભાવક,–એમ ભાવ્ય–ભાવકનું સ્વરૂપ
ચિંતવીને, ભાવ્યરૂપ શુદ્ધાત્મા પ્રત્યે જ્યાં અતિગાઢ ભાવના જાગે છે ત્યાં ભાવક પોતે
તેવી શુદ્ધાત્મદશારૂપ થઈ જાય છે, જેવા ‘ભાવ્ય’ શુદ્ધ છે તેવી શુદ્ધતારૂપે (સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપે) ભાવક પોતે થઈ જાય છે, એટલે ત્યાં ભાવ્ય ને ભાવકનું દ્વૈત રહેતું
નથી.–આવા અદ્વૈતભાવરૂપ નમસ્કાર કરીને હું પંચપરમેષ્ઠીના આશ્રમમાં પ્રવેશ્યો છું...
પંચ પરમેષ્ઠીનો આશ્રમ એટલે શુદ્ધાત્માનો આશ્રમ,–તેમાં પ્રવેશતાં સમ્યગ્દર્શન ને
સમ્યગ્જ્ઞાન જરૂર થાય છે. જેમ કોઈ ‘આશ્રમ’ માં જતાં જીવો શાંતિ પામે છે, તેમ
પંચપરમેષ્ઠીનો વીતરાગી–આશ્રમ, આત્માનો સહજ શુદ્ધ દર્શનજ્ઞાનસ્વભાવ બતાવીને
જીવને સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાનનો સંપાદક છે. જ્ઞાનસ્વભાવી આત્માના શ્રદ્ધા–જ્ઞાન વડે
જ પંચ પરમેષ્ઠીના આશ્રમમાં જવાય છે. શુદ્ધ આત્માના સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન
વગર પંચપરમેષ્ઠીની પણ સાચી ઓળખાણ થતી નથી. જે જ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્માને
સ્વસંવેદનપ્રત્યક્ષ કરે તે જ સાચું
णमो अरिहंताणं કરી શકે.
શ્રી षट्खंडागम ના મહાન મંગલાચરણમાં ‘णमो लोए त्रिकालवर्ती सव्व अरिहंताणं