: ૩૦ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
એમ કહીને ત્રિકાળવર્તી પરમેષ્ઠીભગવંતોને જ્ઞાનમાં લઈને નમસ્કાર કર્યા છે, તેમાં ઘણી
ગંભીરતા છે. જેના જ્ઞાનમાં ત્રણકાળવર્તી અરિહંતોનો સ્વીકાર થયો તેનું જ્ઞાન, રાગથી
છૂટું પડીને અરિહંતપદનું સાધક થઈ ગયું; એટલે ‘णमो लोए सव्व त्रिकालवर्ती
अरिहंताणं ’ તેમાં પોતાનો આત્મા પણ આવી ગયો, પોતે પોતાને પણ નમસ્કાર
કર્યો...એટલે કે પોતે પોતાના આત્માને સ્વસંવેદનપ્રત્યક્ષરૂપ કરીને તેમાં નમ્યો... એકાગ્ર
થયો...તે અભેદ નમસ્કાર છે.
અહા, સાચા નમસ્કારનો વિષય પણ કેટલો મોટો છે! સમ્યગ્દર્શનના વિશ્વાસનો
વિષય તો સર્વોત્કૃષ્ટ મહાન સુંદર ચૈતન્યતત્ત્વ છે. ને ત્રિકાળવર્તી પંચ
પરમેષ્ઠીભગવંતોને નમસ્કાર કરવામાં પણ, પોતાના આત્માને ભેગો ભેળવીને ઘણી
ગંભીરતા છે: અનંતા જીવો મુક્ત થયા, ને ભવિષ્યમાં હું પણ મુક્ત થવાનો છું; એટલે
અનંતા જીવો છે, હું પણ ત્રિકાળ છું, મારા સ્વભાવમાં પણ અરિહંત જેવા સર્વગુણ
ભરેલા છે, ને તે સ્વભાવના સ્વીકાર વડે, તેની સન્મુખતાથી, મોહનો અભાવ કરીને
સમ્યક્ત્વાદિ વડે હું મોક્ષને સાધી રહ્યો છું,–એટલે મારા શુદ્ધઆત્માને હું નમી રહ્યો છું.–
આટલા મહાન વિશ્વાસપૂર્વક પંચપરમેષ્ઠીને સાચા નમસ્કાર થાય છે. જુઓ તો ખરા,
એક ‘णमो अरिहंताणं ’ માં પણ કેટલી ગંભીરતા છે!
વાહ રે વાહ! જૈનદર્શન...તારા રહસ્યો ઘણાં ગંભીર છે.
એકલા રાગ વડે અરિહંતોને સાચા નમસ્કાર નથી થતા. રાગથી છૂટા પડેલા
અતીન્દ્રિય જ્ઞાનમાં જ, અતીન્દ્રિયજ્ઞાનાનંદસ્વરૂપ અરિહંતોનો સ્વીકાર થઈ શકે છે, ને
એવો સ્વીકાર કરે ત્યારે જ સાચું ‘નમો અરિહંતાણં’ થાય છે. આવા ભાવથી અરિહંતોને
નમસ્કાર જેણે કર્યા તે જીવ પોતે પણ અલ્પ સમયમાં અરિહંતોની પંક્તિમાં બેસી જાય છે.
વાહ રે વાહ! અરિહંતોનો માર્ગ કેવો અલૌકિક, કેવો સુંદર છે!
અરે, મહાવીરનો માર્ગ...એ તો વીરોનો વીતરાગમાર્ગ છે. કાંઈ રાગના
અકષાયવડે તો એ માર્ગે જવાતું હશે!–ના; કષાયનો કોઈ પણ કણિયો દુઃખનું જ કારણ
છે, તે કષાયને ઓળંગી જઈને, તેના અભાવથી શુદ્ધ વીતરાગચારિત્ર પમાય છે. છઠ્ઠા
ગુણસ્થાનનો (સંજ્વલનરૂપ) કષાયકણ તે પણ ચારિત્રનો વિરોધી છે, કલેશ દેનાર છે;
વીતરાગચારિત્ર કે જે નિર્વાણનું સાધન છે–તે તો સમસ્ત કષાયના કલેશરૂપ કલંક
વગરનું છે.–તે જ