: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૩૧ :
પરમ સમભાવરૂપ છે. કુંદકુંદસ્વામી કહે છે કે મોક્ષને માટે હું આવા વીતરાગચારિત્રને
અવલંબ્યો છું.
વાહ રે વાહ! વીતરાગી સંતો, તમારી દશા! તમે ચૈતન્યની વીતરાગી
શાંતિના બરફમાં જામી ગયા છો. તેમાં કષાય–અગ્નિનો કણિયો રહી શકે નહિ.
નમસ્કાર હો આવા વીતરાગ સંત ભગવંતને.
અમૃતચંદ્રદેવ કહે છે કે ‘આમણે–મારા ગુરુએ આ રીતે સાક્ષાત્
મોક્ષમાર્ગને અંગીકાર કર્યો. ’–આ સાંભળતાં મુમુક્ષુ શ્રોતાને પણ એમ પ્રમોદ
આવે છે કે વાહ, મારા ગુરુ કેવા મહાન છે! એમની અંતરસ્થિતિ કેવી
વીતરાગભાવથી શોભી રહી છે! આવા મહાત્મા ગુરુ અમને મળ્યા...તો અમે
પણ તેમના પંથને અનુસરીને મોક્ષમાર્ગને અંગીકાર કરી રહ્યા છીએ. વાહ!
મોક્ષના માર્ગમાં ગુરુ–શિષ્યના ભાવોની કેવી અપૂર્વ સંધિ છે!
જ્ઞાન ગોષ્ઠી–
–વા–વ–વા–વા–વ–વ–વ–વા–વા–વ–વ
ઉપરના શબ્દોમાં ૧૧ લીટી છે તે જગ્યાએ એક જ અક્ષર મુકવાથી આત્માની
સાત શક્તિ પ્રાપ્ત થવાનું જણાવ્યું હતું. તે અક્ષર ‘भा’–બધી લીટીની જગ્યાએ भा અક્ષર
મુકવાથી નીચે મુજબ થાય છે–
ભાવાભાવભાવાભાવાભાવભાવભાવભાવાભાવાભાવભાવ
હવે યોગ્ય રીતે સંધી છૂટી પાડતાં તેમાં નીચે મુજબ સાત શક્તિનાં નામ થાય છે–
ભાવ, અભાવ, ભાવાભાવ, અભાવભાવ, ભાવભાવ, અભાવઅભાવ, ભાવ
સમયસારમાં આત્માની જે ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે તેમાં નંબર ૩ર થી ૩૯
માં ઉપરની સાત શક્તિનું વર્ણન છે; તેની વ્યાખ્યા સમયસારમાંથી જોઈ લેવી; અને
વિસ્તારથી તેનું સ્વરૂપ સમજવા માટે ‘આત્મવૈભવ’ નામનું ઘણું જ સુંદર પુસ્તક
વાંચવું. ૪૮૦ પાનાં અને કિંમત માત્ર ૩=પ૦ (પોસ્ટેજ ૧=પ૦)