Atmadharma magazine - Ank 370
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 47 of 49

background image
: ૪૦ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
નાનીશી આંખમાં મોટા દરિયાનું પાણી સમાય નહિ, પણ તે પાણીને જાણી લ્યે
એવી તાકાત આંખમાં છે; તેમ નાનોશો આત્મા, એટલે કે મધ્યમ ક્ષેત્રવાળો
અસંખ્યપ્રદેશી આત્મા, તેના ક્ષેત્રમાં જગતના અનંતા જીવ–અજીવ પદાર્થો પ્રવેશી ન
શકે, પણ તેનું જ્ઞાન તે બધા પદાર્થોને (મોટા અલોકને પણ) જાણી લ્યે એવી તાકાત
આત્મામાં છે. તેનું ક્ષેત્ર ભલે મર્યાદિત છે પણ ચૈતન્યશક્તિઓ અમર્યાદિત છે. અહો!
આવો અચિંત્ય સર્વજ્ઞસ્વરૂપી, હે જીવ! તું પોતે જ છો. તેની સન્મુખ થઈને અનુભવ
કરતાં જ પરમાત્મપદનો મહા આનંદ તને તારા અનુભવમાં આવશે...ભાઈ, આવો
અનુભવ કરવાનું આ ટાણું. આવા અવસરમાં નહિ કર તો ક્્યારે કરીશ?
‘મોટો...જીવ’
જીવ સ્વયંભૂરમણ સમુદ્ર કરતાંય મોટો છે?... જી હા!
* એકલાખ યોજનના આપણા આ જંબુદ્વીપ કરતાં સ્વયંભૂરમણસમુદ્રના પ્રદેશો
અસંખ્યગુણા છે. તે સ્વયંભૂરમણસમુદ્રના અસંખ્યપ્રદેશો કરતાં પણ જીવના
અસંખ્ય આત્મપ્રદેશો ઘણા વધારે (અસંખ્યગુણા) છે. એટલે પ્રદેશની સંખ્યા
અપેક્ષાએ જીવ સ્વયંભૂરમણ કરતાં પણ મોટો છે.
* અને જીવના તે અસંખ્યપ્રદેશોમાં સર્વજ્ઞતા વગેરે જે અનંત ગુણો છે તેના અપાર
સામર્થ્યનું તો શું કહેવું?
* અહા, જીવ! આવડો મોટો તું છે...તારો વૈભવ અદ્ભુત આશ્ચર્યકારી છે.

*
જીવના અસંખ્યપ્રદેશોમાં દ્રવ્યના પ્રદેશો ઝાઝા કે પર્યાયના પ્રદેશો ઝાઝા?
દ્રવ્યના જે પ્રદેશો છે તે જ પર્યાયના પ્રદેશો છે, બંનેના પ્રદેશો જુદા નથી એટલે
તેમનામાં હીનાધિકતા નથી. હીનાધિકતા કે પ્રદેશભેદ માનતાં દોષ આવે છે. એક
વસ્તુના દ્રવ્ય–ગુણ–પર્યાયને પ્રદેશભેદ હોતાં નથી.
* ધર્મીજીવનો શુદ્ધ વીતરાગભાવ સફળ છે કે અફળ?
સંસાર માટે તે અફળ છે ને મોક્ષ માટે સફળ છે.
* અજ્ઞાનીનો શુભરાગ સફળ છે કે અફળ?
તે સંસાર માટે સફળ છે ને મોક્ષ માટે અફળ છે.