Atmadharma magazine - Ank 370
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 46 of 49

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૩૯ :
* ગુજરાતી આત્મધર્મનું વર્ષ કારતકથી આસો સુધી ગણાય છે, ને તે મુજબ એક
વર્ષનું લવાજમ લેવાય છે. પાછળથી ગ્રાહક થનારને જુના અંકો જે સ્ટોકમાં હોય
તે મોકલાય છે. આજીવન સભ્ય ફી રૂા. ૧૦૧ છે. તેમને આત્મધર્મ કાયમ ફ્રી
મોકલાય છે.
* ગત માસમાં અનેક જિજ્ઞાસુઓ તરફથી લાગણીભર્યા પત્રો આવ્યા છે, સૌએ
સલાહ સૂચનાપૂર્વક આત્મધર્મ પ્રત્યે અને સંપાદક પ્રત્યે જે હાર્દિકભાવ બતાવ્યો
છે તે બદલ સૌના આભારી છીએ. ખાસ કરીને દિલ્હીથી શ્રી ભગતરામ જૈન
(મંત્રી), વારાણસીથી પં. ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રી, કલકત્તા, છિંદવાડા, ખંડવા,
મુંબઈ, મદ્રાસ, રાજકોટ વગેરે અનેક સ્થળેથી સાધર્મીઓના પત્રો આવેલ છે, તે
સૌના સૂચનો સંપાદકે લક્ષમાં લીધા છે; તેમના સહકાર બદલ ધન્યવાદ!
* પૂ. ગુરુદેવ સુખશાંતિમાં બિરાજમાન છે; પ્રવચનમાં સવારે પ્રવચનસાર અને
બપોરે સમયસાર–કળશટીકા વંચાય છે. બીજા બધા કાર્યક્રમો પણ નિયમિત ચાલે
છે. શાંતિમય અધ્યાત્મવાતાવરણમાં મુમુક્ષુજીવે પરભાવની ઘોર અશાંતિથી
છૂટીને, ચૈતન્યની અપૂર્વ શાંતિ પ્રાપ્ત કરવાનો આ અવસર છે.–એવા શાંતરસના
પિંડરૂપ થયેલા દેવ–ગુરુ આપણને મળ્‌યા છે ને તેઓ શાંતિનો
ભંડાર બતાવી રહ્યા છે...તો હવે ક્્યો મુમુક્ષુ જીવ તે આત્મશાંતિને લેતાં
વાર લગાડશે?
* વહાલા બાલસભ્યો! મહાવીરભગવાનના રપ૦૦ મા નિર્વાણમહોત્સવનું મહાન
વર્ષ દોડતું નજીક આવી રહ્યું છે. તમે શું કરશો–એ વર્ષમાં? તમારી
આત્મશક્તિને કામે લગાડીને, આત્માનું હિત થાય એવું ઘણું ઘણું કરજો...જીવન
આખું પલટી જાય ને મહાવીરના શાસનમાં આવીને આત્મા શોભી ઊઠે–એવું
કરજો.–આ થઈ અંદરની વાત!
અને, બહારમાં પણ આવા સુંદર મહાવીરમાર્ગને શોભાવવા માટે તન–મન–ધન
સર્વશક્તિથી ભાગ લેજો. અમે આપને કેટલુંક માર્ગદર્શન આપીશું...તે હોંશથી
અપનાવજો, ને બધી યોજનાઓમાં નિયમિત ભાગ લેજો તે માટે, હાલ તો અઢીહજારમા
નિર્વાણમહોત્સવમાં વાપરવા માટે દિવાળી સુધીમાં તમારા બીજા બધા ખર્ચામાં કાપ
મુકીને ‘અઢીહજાર પૈસા’ (પચીસ રૂપિયા) બચાવી રાખજો. પછી તેનું શું કરવું–તે નક્કી
થશે
એટલે જણાવશું. जय महावीर